Lookback 2024ટ્રેન્ડિંગનેશનલબિઝનેસયુટિલીટીવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

Lookback 2024: ભારતમાં કેટલાક એવાં વાહનો થયા લોન્ચ, જેણે ગ્રાહકોને કર્યા ખુશ

નવી દિલ્હી, 9 ડિસેમ્બર,2024: ભારતીય ઓટોમોબાઈલ માર્કેટ માટે 2024 ( Year Ender 2024 ) એક મહત્વપૂર્ણ વર્ષ બનવા જઈ રહ્યું છે. ભારતમાં ચાલુ વર્ષ લોન્ચ થનાર કારમાં મારૂતિ સુઝુકીના હાલના સેડાના ફેસલિફ્ટ વર્ઝનથી લઇ મહિન્દ્રાની બેસ્ટ સેલિંગ ઓફ રોડ એસયુવી સુધીના નવા કાર મોડલ સામેલ છે. ભારતમાં સૌથી વધુ બજાર હિસ્સો ધરાવતી ટોચની 5 ગાડીઓમાં મહિન્દ્રા થાર રોક્સ, tata curvv, નવી મારુતિ સુઝુકી ડિઝાયર, સ્કોડા Kylak અને હોન્ડા અમેઝનો સમાવેશ થાય છે. 2024માં SUV અને ઈલેક્ટ્રિક વાહનો સહિત અનેક મહત્ત્વપૂર્ણ કાર લૉન્ચ થઈ છે. દેશમાં એસયુવીના વધતા ક્રેઝને જોઈને કોમ્પેક્ટ એસયુવી અને ઓફ-રોડિંગ એસયુવી સહિતના ઘણા મોડલ માર્કેટમાં આવ્યા. જો કે, આ વલણ વચ્ચે, સેડાન સેગમેન્ટને પુનર્જીવિત કરવાના પ્રયાસો પણ જોવા મળ્યા હતા.

ભારતમાં ઓટોમોબાઇલ સેક્ટર માટે 2024 શરૂઆતથી ખૂબ રોમાંચક રહ્યું છે કારણ કે લગભગ બે ક્વાર્ટરમાં ઘણા વાહનો લોન્ચ થયા છે, જે બજારમાં મોટી સફળતા પ્રાપ્ત કરી રહી છે. પરંતુ કારના લોન્ચની આ સિરિઝ હજુ પણ ચાલી રહી છે. જો તમે પણ નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અહીં ભારતમાં લોન્ચ થયેલી ટોપ 5 કાર વિશે જાણો

2024માં થનારી ટોપ 5 ઓટો લોન્ચ વિશે વાત કરીએ તો..

lookback vahicles - HDNews

મહિન્દ્રા થાર રોક્સ
મહિન્દ્રાના ચાહકો દ્વારા 15 ઓગસ્ટ 2024ના રોજ લાંબા સમયથી રાહ જોવાતું પાંચ દરવાજાનું થાર મોડલ, ધ રોક્સ લોન્ચ કરવામાં આવ્યું હતું. થાર રોક્સની કિંમત ₹12.99 લાખથી શરૂ થાય છે. પાંચ દરવાજાવાળી SUVએ બુકિંગ શરૂ થયાના પ્રથમ કલાકમાં 1.76 લાખથી વધુ ઓર્ડર મેળવ્યા હતા. તેમાં 10.25-ઇંચનું ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે, 6-વે પાવર-એડજસ્ટ ડ્રાઇવર સીટ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ, વાયરલેસ ફોન ચાર્જર, પેનોરેમિક સનરૂફ અને પુશ-બટન સ્ટાર્ટ/સ્ટોપ છે. સલામતી માટે, થાર રોક્સમાં છ એરબેગ્સ, ESC, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, આગળ અને પાછળના પાર્કિંગ સેન્સર્સ, ઓલ-વ્હીલ ડિસ્ક બ્રેક્સ, હિલ હોલ્ડ અને ડિસેન્ટ કંટ્રોલ, 360-ડિગ્રી કેમેરા, લેવલ 2 ADAS, અનુકૂલનશીલ ક્રૂઝ કંટ્રોલ અને ઓટોનોમસ જેવી સુવિધાઓથી સજ્જ છે.

tata curvv
કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં, ટાટાએ ICE અને ઇલેક્ટ્રિક એન્જિન પાવરટ્રેન્સ સાથે curvv રજૂ કર્યું. કર્વ ચાર ટ્રિમ્સમાં ઉપલબ્ધ છે – સ્માર્ટ, પ્યોર, ક્રિએટિવ અને અચીવ્ડ. કર્વ ટાટા મોટર્સના નવા એટલાસ પ્લેટફોર્મ પર બનેલ છે. Tata Curve EV બે બેટરી પેક વિકલ્પો સાથે ખરીદી શકાય છે. આ ઇલેક્ટ્રિક કાર માત્ર 8.6 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. તેની ટોપ સ્પીડ 160 કિમી પ્રતિ કલાક છે. તેમાં નવું 1.2-લિટર GDi ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન છે, જેને Hyperion નામ આપવામાં આવ્યું છે. આ એન્જિન 124 bhpનો પાવર અને 225 Nmનો ટોર્ક જનરેટ કરી શકે છે. Tata Curve 10 લાખ રૂપિયાની કિંમતે માર્કેટમાં આવી.

નવી મારુતિ સુઝુકી ડિઝાયર
આ વર્ષની બીજી મોટી લોન્ચ મારુતિ સુઝુકી ડિઝાયર હતી. મારુતિએ સેડાન સેગમેન્ટને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો. મારુતિ સુઝુકીના ઈતિહાસમાં પ્રથમ વખત નવી Dezire ક્રેશ ટેસ્ટમાં સંપૂર્ણ માર્ક્સ સાથે આવી છે. Maruti Suzuki Dezire ₹6.79 લાખની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમતે લોન્ચ કરવામાં આવી હતી. Dezire CNGની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત ₹8.74 લાખ છે. નવી Dezire કુલ સાત રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ છે. તેમાં નવું Z-સિરીઝ 1.2-લિટર 3-સિલિન્ડર પેટ્રોલ એન્જિન મળશે. આ નવી પેઢીની સ્વિફ્ટમાંથી લેવામાં આવેલ એક શુદ્ધ Z12E મોટર 3-સિલિન્ડર એન્જિન છે. તેનું પાવર આઉટપુટ 82 hp અને મહત્તમ ટોર્ક 112 Nm છે. મારુતિ સુઝુકીનો દાવો છે કે તે સૌથી કાર્યક્ષમ એન્જિનોમાંથી એક છે. આ એન્જિન 80bhpનો મહત્તમ પાવર અને 112Nmનો પીક ટોર્ક જનરેટ કરી શકે છે.

સ્કોડા Kylak
ચેક લક્ઝરી કાર નિર્માતા સ્કોડાની નવી સબ-કોમ્પેક્ટ SUV, Kylak, નવેમ્બરમાં લોન્ચ કરવામાં આવી હતી. તેની પ્રારંભિક કિંમત ₹7.89 લાખ છે. કુશક અને સ્લેવિયા પછી, તે MQB-A0-IN પ્લેટફોર્મ પર આધારિત ત્રીજું સ્કોડા મોડલ છે. સબ-4-મીટર SUV સેગમેન્ટમાં, Kylak Hyundai Venue, Kia Sonet, Tata Nexon, Mahindra XUV300 અને Maruti Brezza જેવા મોડલ સાથે સ્પર્ધા કરશે. તેમાં સિંગલ 1.0L, 3-સિલિન્ડર TSI પેટ્રોલ એન્જિન હશે. Skoda Kylak 6-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવશે. ટર્બોચાર્જ્ડ ગેસોલિન એન્જિન 115 bhp પાવર અને 178 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. નવી સ્કોડા કોમ્પેક્ટ એસયુવી 10.5 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.

હોન્ડા અમેઝ
જાપાની કાર બ્રાન્ડ હોન્ડા કાર્સ ઈન્ડિયાએ 4 ડિસેમ્બરે ( Good Bye 2024 ) ભારતમાં નવી પેઢીના અમેઝ લોન્ચ કર્યા છે. તેની એક્સ-શોરૂમ કિંમત ₹7,99,900 થી શરૂ થાય છે. અપડેટેડ સબ-4-મીટર સેડાન ત્રણ વેરિઅન્ટ અને એક પેટ્રોલ એન્જિન વિકલ્પમાં ઉપલબ્ધ છે. નવી Honda Amaze 1.2-લિટર, 4-સિલિન્ડર i-VTEC પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે જે 89 bhp પાવર અને 110 Nm પીક ટોર્ક ઉત્પન્ન કરે છે. ટ્રાન્સમિશન વિકલ્પોમાં 5-સ્પીડ મેન્યુઅલ અને CVT યુનિટનો સમાવેશ થાય છે. તેના CVT વેરિઅન્ટની માઈલેજ 19.46 kmpl છે. કંપનીએ તેને છ એરબેગ્સ અને લેવલ-2 ADAS જેવા ઘણા એડવાન્સ સેફ્ટી ફીચર્સ આપ્યા છે. Amaze એ દેશની સૌથી સસ્તું કાર છે જેમાં એડવાન્સ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) છે. Honda Amaze 2024 માં લેવલ 2 ADAS સ્યુટ, ડ્યુઅલ-ટોન કેબિન થીમ, ફ્રીસ્ટેન્ડિંગ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, નવા થ્રી-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ, રીઅર એસી વેન્ટ્સ, વાયરલેસ ચાર્જર, છ એરબેગ્સ, વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો કનેક્ટિવિટી જેવી સુવિધાઓ છે.

આ પણ વાંચોઃ કપડાંની જેમ માણસ ધોવાશે! 15 મિનિટમાં શરીરને ચમકાવશે આ Human Washing Machine, જાણો

તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક –
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button