Lookback 2024 : આ વર્ષના IPLમાં બન્યા અને તૂટ્યા આટલા રેકોર્ડ
મુંબઈ, ડિસેમ્બર 2024: Sports News 2024 : વર્ષ 2025ના IPLનું કાઉન્ટ ડાઉન ( Year Ender 2024 ) ચાલુ થઈ ગયું છે ત્યારે ગત IPL એટલે કે 2024ના માર્ચથી મે વચ્ચે રમાયેલી ટુર્નામેન્ટમાં અનેક રેકોર્ડ બન્યા છે તેમજ અનેક રેકોર્ડ તૂટ્યા છે. વિતેલા વર્ષમાં ( Good Bye 2024 ) ક્રિકેટ તો ઘણી રમાઈ પરંતુ તેમાં દર વર્ષની જેમ IPL ટુર્નામેન્ટ સૌથી રોમાંચક રહી હતી. તો આ વર્ષે આઈપીએલમાં શું ખાસ રહ્યું? ચાલો જાણીએઃ
સૌથી વધુ રન ફટકારનાર બેટ્સમેન
આ વર્ષે IPL 2024માં 10 ટીમો મેદાને ઉતરી હતી. જેમાંથી રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમના આક્રમક બેટ્સમેન અને ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના નામે નોંધાયો છે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ. આઈપીએલની વેબસાઈટમાં દર્શાવ્યા અનુસાર તેણે 2024ની ટૂર્નામેન્ટમાં 741 રન માર્યા હતા.
સૌથી વધુ વિકેટ લેનાર બોલર
IPL 2024માં જેમાં વિરાટ કોહલી સૌથી વધુ રન ફટકારનાર ખેલાડી હતા તેમ કિંગ્સ ઈલેવન પંજાબના ફાસ્ટ બોલર હર્ષલ પટેલ સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યા હતા. તેણે સમગ્ર ટૂર્નામેન્ટના 24 વિકેટ લીધી હતી.
તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક –
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સૌથી વધુ ટોટલ સ્કોર કરનાર ટીમ
IPLમાં દરેક ટીમ દર વર્ષે નવી ઊર્જા સાથે આવતી હોય છે. તેવી જ રીતે 2024માં પણ લગભગ તમામ ટીમ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે પૈકી સનરાઈઝર્સ હૈદરાબાદ દ્વારા સર્વાધિક સ્કોર બનાવવામાં આવ્યો હતો. તેણે બેંગ્લોરની ટીમ સામે નિર્ધારિત 20 ઓવરમાં 287 રનનો સ્કોર કર્યો હતો. આ ટીમે પોતાનો જ અગાઉનો સ્કોર 277 રનનો રેકોર્ડ તોડ્યો હતો. આ સ્કોર મુંબઈ સામે બન્યો હતો.
સૌથી વધુ સિક્સ ફટકારનાર ખેલાડીઓ
IPLએ ફાસ્ટેસ્ટ સ્કોર કરવા માટે જાણતી ટુર્નામેન્ટ છે. અહીં દિગ્ગજ ઉપરાંત નવોદિત ખેલાડીઓ પણ પોતાની અમિટ છાપ છોડવામાં કોઈ કસર બાકી રાખતા નથી તેવી જ રીતે 2024ની ટૂર્નામેન્ટમાં હૈદરાબાદના અભિષેક શર્મા સૌથી વધુ સિક્સ ફટકારવામાં સફળ થયો હતો. તેણે 16 મેચમાં 42 સિક્સ મારી હતી. જ્યારે બીજા નંબરે વિરાટ કોહલી રહ્યો હતો જેણે 38 સિક્સ મારી હતી.
આ પણ વાંચોઃ Lookback 2024: આ દીકરીઓએ વિશ્વમાં વગાડ્યો ભારતનો ડંકો, મેળવી ઐતિહાસિક ઉપલબ્ધિ
તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક –
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X