Lookback 2024: બોલિવૂડના આ કલાકારો માટે લકી રહ્યું વર્ષ, બન્યા પેરેન્ટ્સ
- બોલિવૂડના કેટલાક કલાકારોને વર્ષ 2024 ઘણી રીતે ફળ્યું છે. આ કલાકારોની ફિલ્મી કારકિર્દી તો સારી રહી, પરંતુ તેઓ આ વર્ષે પેરેન્ટ્સ પણ બન્યા
HD ન્યુઝ ડેસ્કઃ વર્ષ 2024 તેના અંતિમ તબક્કામાં છે. પેરેન્ટ્સ બનવું એ કોઈ પણ કપલ માટે જિંદગીનો સૌથી સુખદ અનુભવ હોય છે, બોલિવૂડમાં પણ ઘણા કપલને આ વર્ષે (Year Ender 2024) આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ કપલ્સે તેમની માતા-પિતા બનવાની લાગણી પણ શેર કરી હતી, કેટલાકને આ સદ્ભાગ્ય લગ્નના લાંબા સમય બાદ મળ્યું, તો કોઈકે પોતાના બીજા બાળકનું વેલકમ કર્યું. જાણો વર્ષ, 2024માં પેરેન્ટ્સ બનનાર કપલ્સ વિશે.
અલી ફઝલ-રિચા ચડ્ઢા
આ યાદીમાં પહેલું નામ બોલિવૂડ એક્ટર અલી ફઝલ અને રિચા ચડ્ઢાનું છે. લગ્નના બે વર્ષ પછી આ કપલ વર્ષ 2024માં એક નાની બાળકીના માતા-પિતા બન્યા છે. તેમની પુત્રીનો જન્મ 16 જુલાઈએ થયો હતો. તેમણે પોતાની પુત્રીનું નામ જુનૈરા રાખ્યું છે. તેઓ સ્વીકારે છે કે તેની પુત્રીના જન્મ પછી તેમનો દ્રષ્ટિકોણ ઘણો બદલાઈ ગયો છે.
વિક્રાંત મેસી-શિતલ ઠાકુર
12th ફેલ સ્ટાર વિક્રાંત મેસી 7 ફેબ્રુઆરીએ એક પુત્રનો પિતા બન્યો હતો. તેણે પોતાના પુત્રનું નામ વરદાન રાખ્યું છે. ઉલ્લેખનીય છે કે અભિનેતાના લગ્ન 2022માં થયા હતા. તેણે કહ્યું હતું કે પિતા બન્યા બાદ તે બાળકના ડાયપર પણ બદલી દે છે. આ અનુભવ તેના માટે સુખદ છે.
વિરાટ કોહલી-અનુષ્કા શર્મા
ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માના પરિવારમાં આ વર્ષે બીજા બાળકનો જન્મ થયો છે. એટલે કે તે પહેલા એક દીકરી અને હવે એક પુત્ર અકાયનો પિતા બન્યો છે. વિરાટે કબૂલ્યું કે તે એક હેન્ડ્સ ઓન પેરેન્ટ છે, જેઓ પોતાના બાળકો માટે તમામ કામ જાતે કરે છે. ક્યારેક તેમના માટે જમવાનું પણ બનાવી દે છે.
વરુણ ધવન-નતાશા દલાલ
અભિનેતા વરુણ ધવન અને પત્ની નતાશાએ પણ આ વર્ષે દીકરી લારાનું સ્વાગત કર્યું છે. વરૂણે વર્ષ 2021માં નતાશા દલાલ સાથે લગ્ન કર્યા હતા. ત્રણ વર્ષ પછી તેમના ઘરમાં હાસ્ય ગુંજતું થયું છે. તમને જણાવી દઈએ કે વરુણ એક પ્રોટેક્ટિવ પિતા છે અને પોતાની દીકરી સાથે કનેક્ટ થવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેણે એમ પણ કહ્યું કે જે મારી દીકરીને નુકસાન પહોંચાડશે, હું તેનો જીવ લઈ લઈશ.
રણવીર સિંહ-દીપિકા પાદુકોણ
બોલિવૂડનો ફેવરિટ એક્ટર રણવીર સિંહ અને સ્ટાર અભિનેત્રી દીપિકા પાદુકોણ 8 સપ્ટેમ્બરે દીકરી દુઆના માતા પિતા બન્યા હતા. લગ્ન બાદ પિતા બનવાનું અભિનેતાનું સપનું 6 વર્ષ બાદ પૂર્ણ થયું છે. રણવીરે પિતા બનવાના અનુભવને અનોખો ગણાવ્યો છે. તેણે કહ્યું કે, તે જાદુ જેવો અનુભવ છે.
આ પણ વાંચોઃ Lookback 2024: આ સેલિબ્રિટીઝે બોલિવૂડમાં કર્યું ડેબ્યુ, જાણો ફિલ્મોની હાલત
આ પણ વાંચોઃ Look Back 2024: બોલિવૂડના આ ગીતોએ દર્શકોનાં દિલમાં મેળવ્યું ખાસ સ્થાન
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ