Lookback 2024ટ્રાવેલટ્રેન્ડિંગનેશનલવર્લ્ડવિશેષ

Look Back 2024: ગૂગલ પર આ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન સૌથી વધુ સર્ચ થયા

  • ટ્રાવેલ લવર્સ ફરવા માટે અવનવા બહાના શોધે છે. જો તમે પણ 2025ના વર્ષમાં આવા પ્લાનિંગમાં હો તો જાણો 2024માં ગુગલ પર કયા ટૂરિસ્ટ ડેસ્ટિનેશન સૌથી વધુ સર્ચ થયા

HD ન્યુઝ ડેસ્કઃ જૂનું વર્ષ પુરૂં થવા જઈ રહ્યું છે અને સમગ્ર વિશ્વ નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરવા માટે તૈયાર છે. ટ્રાવેલ લવર્સ વર્ષની શરૂઆતમાં કોઈ ચોક્કસ સ્થળની મુલાકાત લઈને નવું વર્ષ ઉજવે છે. જો તમે પણ નવા વર્ષમાં ક્યાંક ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો તમારે એ જગ્યાઓ વિશે જાણવું જ જોઈએ કે જેને આ વર્ષે ભારતીયોએ સૌથી વધુ સર્ચ કર્યું છે. દર વર્ષની જેમ આ વખતે પણ ગૂગલે એવા ટૂરિસ્ટ ડેસ્ટિનેશન વિશે જણાવ્યું છે જેને સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા છે. તમે આ પ્રવાસન સ્થળોની મુલાકાત લઈને તમારી રજાઓનો આનંદ માણી શકો છો

સૌથી વધુ સર્ચ કરાયેલા વિદેશી ટૂરિસ્ટ ડેસ્ટિનેશન

વર્ષ 2024માં ગૂગલ પર આ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન સૌથી વધુ સર્ચ થયા hum dekhenge news

1. અઝરબૈજાન

આ યાદીમાં પહેલું નામ અઝરબૈજાનનું છે, જેને ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યું હતું. સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, અનોખી પરંપરા અને આધુનિકતા માટે જાણીતું આ સ્થાન યુરોપ અને એશિયાની વચ્ચે આવેલું છે. તેનો મોટો ભાગ કેસ્પિયન સમુદ્રથી ઘેરાયેલો છે. અહીંના મુલાકાતીઓ બીચ, વોટર સ્પોર્ટ્સ અને રિસોર્ટનો આનંદ માણે છે. ઘણા પ્રાચીન કિલ્લાઓ અને ઐતિહાસિક સ્થળો અઝરબૈજાનને પ્રવાસીઓનું પ્રિય સ્થળ બનાવે છે.

2. બાલી

આ વર્ષે બાલી ગૂગલ પર બીજા નંબર પર સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યું હતું. દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીયોએ બાલીની મુલાકાત લીધી હતી. આ સ્થળ શ્રેષ્ઠ રોમેન્ટિક સ્થળોમાંનું એક છે. અહીંની સ્થાનિક કળા, હસ્તકલા અને હાથવણાટના ઉત્પાદનો ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. આ જગ્યા એકદમ સસ્તી માનવામાં આવે છે. હોટેલ, ફૂડ અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધુ નથી. બાલીને લોકો ‘ગોડ્સ આઇલેન્ડ’ના નામથી પણ ઓળખે છે. બાલીમાં કરવા માટે એક નહિ અનેક વસ્તુઓ છે.

3. કઝાકિસ્તાન

યુરેશિયાનું કઝાકિસ્તાન પણ આ વર્ષે ગૂગલના ટોપ સર્ચમાં રહ્યું. અહીં જવું દરેક માટે યાદગાર અનુભવ બની જાય છે. અનોખી સંસ્કૃતિ માટે પ્રખ્યાત આ સ્થાનના ડુમ્બ્રા સંગીત અને લોક નૃત્યનો સાંસ્કૃતિક વારસો ખૂબ ચર્ચામાં રહે છે. કઝાખ રણ અને અલી કૌલ સરોવર જોવા માટે પ્રવાસીઓ દૂર-દૂરથી આવે છે. સ્થાનિક ટ્રેકિંગ, કેમ્પિંગ અને ઘણી સાહસિક પ્રવૃત્તિઓ આ સ્થળને વધુ ખાસ બનાવે છે. જો તમે આ જગ્યાએ જાઓ છો તો ઘોડેસવારી કરવાનું અને ઘોડાનું યુદ્ધ જોવાનું ભૂલશો નહીં.

4. જ્યોર્જિયા

પૂર્વ યુરોપમાં આવેલું જ્યોર્જિયા ખૂબ જ સુંદર છે. તે તેની પ્રાકૃતિક સુંદરતા, ઐતિહાસિક વારસો, સંસ્કૃતિ અને સાહસિક પ્રવૃત્તિઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ વર્ષે તેને ગૂગલ પર ખૂબ સર્ચ કરવામાં આવ્યું હતું. આ સ્થળ ટ્રેકિંગ, પર્વતારોહણ અને સ્કીઈંગના પ્રેમીઓ માટે સૌથી ખાસ છે. અહીંના કાકેશસ પર્વતોની સુંદરતા જોવા જેવી છે. યુરોપના અન્ય દેશોની સરખામણીએ આ સ્થળ પ્રવાસીઓ માટે સસ્તું માનવામાં આવે છે.

5. મલેશિયા

2024માં ગુગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલા સ્થળોમાં મલેશિયાનો પણ સમાવેશ થાય છે. મલેશિયાને બજેટ ફ્રેન્ડલી દેશ ગણવામાં આવે છે. આ સ્થળ ભારતીય પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. આ સ્થળ તેની ઉત્તમ નાઇટલાઇફ માટે જાણીતું છે. બાર અને ક્લબ અહીં પ્રવાસીઓની પસંદગી છે.

ભારતમાં સૌથી વધુ સર્ચ કરાયેલા સ્થળો

વર્ષ 2024માં ગૂગલ પર આ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન સૌથી વધુ સર્ચ થયા hum dekhenge news

મનાલી

હિમાચલ પ્રદેશનું મનાલી ખૂબ જ સુંદર છે. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. મોલ રોડ અને રોહતાંગ વેલી અહીંના સૌથી પ્રખ્યાત સ્થળો છે.

જયપુર

રાજસ્થાનનું ગુલાબી શહેર જયપુર પ્રવાસીઓમાં ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. આમેર કિલ્લો, હવા મહેલ અને સ્થાનિક બજાર અહીં પ્રવાસીઓની પસંદગી છે.

અયોધ્યા

યુપીનું અયોધ્યા આ વર્ષે શ્રી રામની જન્મભૂમિને કારણે સમાચારોમાં રહ્યું. આ શહેર દેશના મુખ્ય તીર્થસ્થાનોમાંનું એક છે. રામ મંદિરના ઉદ્ઘાટન દરમિયાન અહીં મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ પણ આવ્યા હતા.

કાશ્મીર

કાશ્મીરની સુંદરતા અને પ્રાકૃતિક સૌંદર્ય પ્રવાસીઓને આકર્ષે છે. દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગુલમર્ગ પહોંચે છે.

સાઉથ ગોવા

પ્રવાસીઓને દક્ષિણ ગોવાનું શાંત વાતાવરણ અને સ્વચ્છ દરિયાકિનારા ગમે છે. અહીંના રિસોર્ટ્સ એકદમ જોવાલાયક છે. નવા વર્ષની રજાઓ માણવા માટે અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.

આ પણ વાંચોઃ ન્યુ યર સેલિબ્રેશન માટે ગોવા કેમ છે લોકોની પહેલી પસંદ? પાર્ટી લવર્સ જાણો

આ પણ વાંચોઃ મહાકુંભમાં શાહી સ્નાનનો પ્લાન હોય તો બુક કરો આ પેકેજ, જાણો કેટલો ખર્ચ થશે

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Look Back 2024 શ્રેણીના તમામ માહિતી સભર સમાચાર વાંચવા આ લિંક ઉપર ક્લિક કરો >>>

https://www.humdekhenge.in/lookback-2024/

Back to top button