ટ્રેન્ડિંગમનોરંજનવીડિયો સ્ટોરી

કેન્સર સામે લડી રહેલી હિના ખાનનો જુસ્સો તો જૂઓ, લોકો કરી રહ્યા છે હિંમતની પ્રશંસા

Text To Speech
  • હિના ખાન આ દિવસોમાં ખૂબ જ મુશ્કેલ સમયમાંથી થઈ રહી છે પસાર
  • અભિનેત્રી સ્તન કેન્સરની લઈ રહી છે સારવાર

મુંબઈ, 21 જુલાઈ: ટેલિવિઝન જગતની સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક હિના ખાનને જ્યારથી સ્તનનું કેન્સર સ્ટેજ 3 હોવાનું ખબર પડી છે ત્યારથી તે ચર્ચામાં છે. હિના ખાન મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. હિના અવારનવાર સોશિયલ મીડિયા પર પ્રેરક તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. ત્યારે હવે બ્રેસ્ટ કેન્સરના ત્રીજા સ્ટેજથી પીડિત હિના ખાને તેના ઈન્સ્ટાગ્રામ પર તેના વર્કઆઉટનો વીડિયો શેર કરીને બધાને ચોંકાવી દીધા છે. સારવાર વચ્ચે શૂટિંગ શરૂ કર્યા બાદ અભિનેત્રીએ હવે પહેલાની જેમ જિમમાં ફિટનેસ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. લોકો તેને જીમમાં આ રીતે પરસેવો પાડતા જોઈ રહ્યા છે અને તેની હિંમતના વખાણ કરી રહ્યા છે.

કેન્સર સામેની લડાઈ આ રીતે લડી રહી છે હિના ખાન

હિના ખાને તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પિંક કલરની ટી-શર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલી જોવા મળી રહી છે. તે કસરત કરી રહી છે. કેપ્શનમાં તેણીએ લખ્યું, ‘એક સમયે એક પગલું જીતવાનો પ્રયાસ કરી રહી છું… મેં મારી જાતને જે વચન આપ્યું હતું તે હું કરી રહી છું.’

અહીં જૂઓ વીડિયો:

 

હિના ખાનને લોકો કરી રહ્યા છે પ્રોત્સાહિત

હિના ખાને થોડા સમય પહેલા જ કેન્સરની સારવાર શરૂ કરી છે. કીમોથેરાપીના પ્રથમ સત્ર પછી જ અભિનેત્રી કામ પર પાછી ફરી છે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’નો આ લેટેસ્ટ વર્કઆઉટ વીડિયો જોયા બાદ લોકો અક્ષરાના ખૂબ વખાણ કરી રહ્યા છે. કેટલાક લોકો કોમેન્ટ બોક્સમાં ઈમોશનલ કોમેન્ટ પણ કરી રહ્યા છે. આ વીડિયો જોઈને કોઈપણ ઈમોશનલ થઈ જશે. ટિપ્પણી કરતી વખતે, ચાહકો અભિનેત્રીની બહાદુરી અને હિંમતને સલામ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Bad Newzએ બીજા દિવસે પણ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, કરી આટલા કરોડની કમાણી

Back to top button