ટ્રેન્ડિંગનેશનલ

1971ના યુદ્ધમાં લોંગેવાલાના હીરો ભૈરોન સિંહ રાઠોડનું નિધન, PM મોદીએ કરી શ્રદ્ધાંજલિ અર્પણ

1971ના યુદ્ધમાં લોંગેવાલાના હીરો ભૈરોન સિંહ રાઠોડનું ગઇ કાલે નિધન થયું છે. તેમના નિધનના સમાચાર સાંભળીને સમગ્ર દેશમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. ભૈરોન સિંહ રાઠોડ 81 વર્ષની વયે અવસાન પામ્યા છે. આજે સમગ્ર દેશમાં શોકનો માહેલ જોવા મળી રહ્યો છે. તેમણે 1971માં ભારત પાકિસ્તાનના યુદ્ધમાં જે બહાદુરી બતાવી હતી તેને આજે સૌ કોઇ યાદ કરી તેમણે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના નિધન પર ટ્વિટ કરીને તેમણે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

_ભૈરોન સિંહ રાઠોડ-humdekhengenews

ભૈરોન સિંહ રાઠોડનું નિધન

BSFના નિવૃત ના સૈનિક અને ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1971ની લડાઇના હીરો ગણાતા ભૈરોન સિંહ રાઠોડનું ગઇ કાલે નિધન થયું છે. બીએસએફે ટ્વીટ કરીને તેમના નિધનની જાણકારી આપી હતી. મળતી માહીતી મુજબ તેઓ ઘણા સમયથી બિમાર હતા. અને જોધપુરની હોસ્પિટલ એમ્સમાં તેમની સારવાર ચાલી રહી હતી. સારવાર દરિમયાન તેમનું હોસ્પિટલમાં નિધન થયું હતું.

1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધના હિરો ભૈરોસિંહ રાઠોડ

ભૈરોસિંહ રાઠોડ રિટાયર્ડ બીએસએફ જવાન હતા. તેઓ વર્ષ 1987માં બીએસએફમાંથી રિટાયર્ડ થયા હતા. 1971ના યુદ્ધ વખતે તેઓ લોંગેવાલા પોસ્ટ પર તૈનાત હતા. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભૈરોસિંહ રાઠોડ બહાદુરીથી લડ્યા હતા. અને ત્યાર બાદ આખા દેશમાં તેમણી બહાદુરીની ચર્ચા થવા લાગી હતી અને તેમણે આ બહાદુરી માટે સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. તેમણે અન્ય આર્મી અને આર્મી સિવાયના પણ ઘણા પુરસ્કારોથી સન્માનિત કરાયા હતા.

‘બોર્ડર’ ફિલ્મમાં તેમની બહાદુરીની ઝલક

ભારત-પાકિસ્તાન વચ્ચે 1971માં થયેલા યુદ્ધ પર ‘બોર્ડર’ ફિલ્મ બની હતી, આ ફિલ્મમાં રાજસ્થાનની લોંગેવાલા ચોકી પર ભૈરોસિંહએ બતાવેલા પરાક્રમને દર્શાવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સુનીલ શેટ્ટીએ ભૈરોસિંહની ભૂમિકા દર્શાવી હતી. આ ફિલ્મ બાદ ભૈરોસિંહની બહાદુરી વિશે સમગ્ર દેશમાં ચર્ચા થવા લાગી હતી.

PM મોદીએ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી

1971ના યુદ્ધના આ નાયકના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરતા લખ્યું હતું કે, “નાઈક (નિવૃત્ત) ભૈરોન સિંહ જીને દેશની સેવા માટે યાદ કરવામાં આવશે. તેમણે ઈતિહાસના નિર્ણાયક મોરચે મહાન બહાદુરી બતાવી હતી. તેમના નિધનથી દુઃખી છું. દુઃખની આ ઘડીમાં તેમના પ્રત્યે મારી સંવેદના. આખો દેશ તેમના પરિવાર સાથે છે. ઓમ શાંતિ”.

આ પણ વાંચો :સિક્યોરિટી ફોર્સે LeTના ત્રણ આતંકીઓને ઠાર કર્યા, કાશ્મીરી પંડિત-નેપાળી નાગરિકની હત્યામાં હતા સામેલ

Back to top button