લોન્ગ વિકએન્ડ: ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં હોટેલ અને રિસોર્ટમાં 85-90% બુકિંગ
- પરિવાર 3-4 દિવસની ટુર માટે હવે લોકો રૂ. 15,000-25,000 સુધીનો ખર્ચ કરતા અચકાતા નથી
- આજે 26 જાન્યુઆરીથી સળંગ ત્રણ દિવસની રજા આવી છે
- માઉન્ટ આબુ, ઉદયપુર, કુમ્બલગઢ, શ્રીનાથજી સહિતની જગ્યાઓ પર બુકિંગ
લોન્ગ વીકએન્ડમાં ગુજરાતીઓ ગ્રૂપમાં સાથે ફરવા નીકળી પડયા છે. જેમાં રૂટિન ઉપરાંત એક્સ્પીરિયન્સ ટૂર પર જનારાઓની સંખ્યામાં વધારો થયો છે. જેમાં યુનિક અને ઓછી જાણીતી જગ્યાઓ વધારે પસંદ કરવામાં આવી રહી છે તેમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં હોટેલ અને રિસોર્ટમાં 85-90% બુકિંગ થયુ છે.
આ પણ વાંચો: એક હજાર કરોડના ડ્રગ્સની હેરાફેરીના કેસમાં ઈડીના અમદાવાદમાં દરોડા
પરિવાર 3-4 દિવસની ટુર માટે હવે લોકો રૂ. 15,000-25,000 સુધીનો ખર્ચ કરતા અચકાતા નથી
ટૂર ઓપરેટર્સના કહેવા પ્રમાણે જાન્યુઆરી મહિનામાં મકર સંક્રાંતિ બાદ ફરી પ્રજાસત્તાક દિવસ આવતા સળંગ 3 દિવસની રજાનો લોંગ વિકએન્ડ બન્યો છે. લોકો નજીકના સ્થળોએ ફરવા માટે જઈ રહ્યા છે. સ્ટેચ્યૂ ઓફ્ યુનિટી, સાસણ ગીર, વેળાવદર, કચ્છનું નાનું રણ, સોમનાથ, દીવ, દ્વારકા, માઉન્ટ આબુ, ઉદયપુર, કુમ્બલગઢ, શ્રીનાથજી સહિતની જગ્યાઓ માટે એડવાન્સમાં હોટેલ્સ અને રિસોર્ટ બૂક કરાવ્યા છે. ટુર ઓપરેટર્સના જણાવ્યા મુજબ લોકો હવે વિકએન્ડ ટુર પર વધુ ખર્ચ કરે છે. પરિવાર 3-4 દિવસની ટુર માટે હવે લોકો રૂ. 15,000-25,000 સુધીનો ખર્ચ કરતા અચકાતા નથી.
આ પણ વાંચો: જૂનાગઢ: 75 મા પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી, રાજ્યપાલ દેવવ્રત આચાર્યના હસ્તે ધ્વજવંદન
આજે 26 જાન્યુઆરીથી સળંગ ત્રણ દિવસની રજા આવી છે
ગુજરાતીઓ ફરવાના શોખીન છે તે વાત જગજાહેર છે. વેકેશનમાં તો લોકો ફરવા જાય જ છે પણ હવે લોન્ગ વિકએન્ડમાં ફરવા જવાનો ટ્રેન્ડ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ટૂર ઓપરેટર્સના જણાવ્યા પ્રમાણે જાહેર રજાની સાથે શનિવાર-રવિવારની રજા આવતી હોય તેવા દિવસોમાં લોકો પરિવાર અને મિત્રો સાથે પોતાના હોમટાઉનથી 300-350 કિલોમીટરના અંતરે આવતા ફરવાના સ્થળોએ જતા રહે છે. આજે 26 જાન્યુઆરીથી સળંગ ત્રણ દિવસની રજા આવતી હોય ગુજરાતમાંથી અનેક લોકો રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ રાજ્યની અંદરના ફરવાના સ્થળોએ નીકળી પડયા છે.