વિશ્વવિખ્યાત લંડન બ્રિજમાં સર્જાઈ ટેકનિકલ ખામી, હજારો અટવાયા
- લંડનનો ટાવર બ્રિજ ખુલ્લી સ્થિતિમાં અટવાયો
- મોટો ટ્રાફિક જામ અને અરાજકતાનો માહોલ સર્જાયો
- ટેકનીકલ ખામીને કારણે બ્રિજ ફસાયો હોવાની માહિતી
લંડનની થેમ્સ નદી પર આવેલા ઐતિહાસિક ટાવર બ્રીજ પરથી ગુરુવારે(૨૮ સપ્ટેમ્બરે) બપોરના સમયે બોટને પસાર થવા દેતાં બ્રીજ ખુલ્લી સ્થિતિમાં અટવાઈ ગયો હતો. જેને પગલે મોટો ટ્રાફિક જામ અને અરાજકતાની સ્થિતિ સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ, આ ટાવર બ્રીજ ટેકનીકલ ખામીને કારણે અટવાયો હતો.
શા માટે ટાવર બ્રીજ ખુલ્લી સ્થિતિમાં અટવાયો ?
અહેવાલો મુજબ થેમ્સ નદી પરથી એક બોટને પસાર થવા દેતાં લંડનમાં આઇકોનિક ટાવર બ્રિજ ખુલ્લી સ્થિતિમાં અટવાઈ ગયો હતો, જેના કારણે ટ્રાફિક થંભી ગયો હતો . તે સમયે, બોટને પુલની નીચેથી પસાર થવાનું હતું, જો કે, પુલને બંધ કરવા માટે સંઘર્ષ કરવો પડ્યો, જેના કારણે લંડનના રસ્તાઓ પર અરાજકતા સર્જાઈ હતી. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા મુજબ, આખરે અડધા કલાકથી વધુ સમય બાદ પુલ બંધ કરવામાં આવ્યો હતો. લાંબા સમયની રાહ જોયા પછી બ્રિજ બંધ થયો હતો. ટેકનીકલ ખામીને કારણે ટાવર બ્રીજ અટવાયો હતો.
First time in all my years in London seeing Tower Bridge raised for a boat to pass. And now it’s stuck open. Sorry everyone! pic.twitter.com/SIrbuYpPt9
— gish (@gishphotographs) September 26, 2023
લંડનનો ટાવર બ્રિજ થેમ્સ નદી પર બનેલો છે. તે શહેરના સૌથી પ્રતીકાત્મક અને ઐતિહાસિક સીમાચિહ્નોમાંનું એક છે. ટાવર બ્રીજ બનાવવાનું કામ 1894ના વર્ષમાં પૂર્ણ થયું હતું. તેની લંબાઈ લગભગ 240 મીટર (800 ફૂટ) છે અને તે 76 મીટર (250 ફૂટ) પહોળો ઓપનિંગ પૂરો પાડે છે. તેના ટ્વીન ટાવર થેમ્સથી 61 મીટર (200 ફૂટ) ઊંચાઈએ છે. ટાવર્સની વચ્ચે કાચથી ઢંકાયેલો વોકવે છે જે પ્રવાસીઓમાં લોકપ્રિય છે.
આ પણ વાંચો: જસ્ટિન ટ્રુડોનું શિર્ષાસનઃ કહ્યું, ભારત મહાસત્તા છે, સારા સંબંધ જાળવવા જરૂરી