અમદાવાદટ્રેન્ડિંગધર્મશતાબ્દી મહોત્સવ
લંડનની મહિલાઓએ પ્રમુખ સ્વામીનું 45 ફુટ ઉંચુ બબલ રેપ પેઇન્ટિંગ તૈયાર કર્યુઃ જાણો આ છે વિશેષતાઓ
ઓગણજ ખાતે આજથી પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની શરૂઆત થઇ ચુકી છે. આ શતાબ્દી મહોત્સવ માટે દેશ-વિદેશમાંથી સ્વયંસેવકો પોતાની સેવા આપી રહ્યા છે. ત્યારે લંડનની 140 મહિલાઓએ 45 ફૂટ ઊંચી અને 35 ફૂટ પહોળી પ્રમુખ સ્વામી મહારાજની બબલ રેપ પેઇન્ટિંગની પ્રતિકૃતિ તૈયાર કરી છે. આ પ્રતિકૃતિને ટૂંક સમયમાં વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરાશે.
શું છે આ પેઇન્ટિંગની વિશેષતાઓ
- લંડન ખાતે 140 મહિલા દ્વારા 6 મહિનાની મહેનત બાદ આ પ્રતિકૃતિ તૈયાર કરાઈ છે. આ મહિલા મંડળમાંથી બે મહિલા સ્વયં સેવક એવા છે કે, જેમણે 2 વાર સતત 100 કલાકની સેવા આપી છે.
- આ મહિલા મંડળમાં 11 વર્ષથી લઈને 75 વર્ષ સુધીની મહિલાઓ સામેલ થઇ હતી.
- આ પેઇન્ટિંગમાં વોટરપ્રૂફ અને વેધર પ્રૂફ એવા 320 કલરનો ઉપયોગ કરાયો છે. કલરને ઇન્જેક્ટ કરવા માટે પહેલા બબલ સીટને ઊંધી કરીને સિરીંજ વડે લિક્વિડ વોલ પેઈન્ટના વિવિધ શેડ્સનો ઉપયોગ કરીને બબલ રેપમાં ઈન્જેક્શન કરાય છે.
- દરેક બબલને ક્રમશ: નંબર આપ્યા બાદ તે અનુરૂપ વિવિધ રંગ ઇન્જેક્ટ કરવામાં આવે છે. આ રીતે અંદાજે 8.50 લાખ બબલ ભરવામાં આવ્યા છે. આ પ્રતિકૃતિને લડંનથી પ્લેનમાં અહીં લવાઈ છે.
- પ્રમુખ સ્વામી મહારાજના કરેલા સતકાર્યોને સૂચિત કરતી આ પ્રતિકૃતિ છ મહિનાની મહેનત બાદ તૈયાર કરાઈ છે.
- આ પ્રતિકૃતિને તૈયાર કરવામાં 104 બબલ રેપ સીટનો ઉપયોગ કરાયો છે. એક બબલ સીટને સૂકાતા અઢી મહિના જેટલો સમય લાગ્યો હતો. સમગ્ર પેઇન્ટિંગ વોટરપ્રૂફ અને વેધરપ્રૂફ છે.