ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવિશેષ

ખેડા જિલ્લામાં લોકસેવાની સરવાણી, દાતાઓએ આપેલા દાનમાંથી વિવિધ વિકાસકામો થશે

Text To Speech

ખેડા : સરકાર દ્વારા જિલ્લા, રાજ્ય કે દેશ બહાર વસતા કોઇ પણ દાતાના દાન અને રાજ્ય સરકારના અનુદાનથી ગામડાઓમાં સર્વાંગી વિકાસ કાર્યો અને ઉત્તમ જનસુવિધાઓ ઉભી કરવા, દાતાઓને પ્રોત્સાહન આપવા તથા વતનપ્રેમીઓને માતૃભુમિનું ઋણ ચુકવવાની તક આપતી વતનપ્રેમ યોજના ૨૦૨૧ થી અમલમાં મુકવામાં આવી છે. જેમાં સરકાર,દાતાઓ અને ગામ લોકોના ત્રિવેણી સંગમથી દાતાના ૬૦% કે તેથી વધુ દાનની રકમ અને સરકાર તરફથી ખુટતી ૪૦% અનુદાન રકમ પ્રાપ્ત કરી યોજના હેઠળ સ્માર્ટ ક્લાસરૂમ, પુસ્તકાલય અને સ્મશાનગૃહ જેવા ૧૨ અલગ અલગ જન કલ્યાણ માટેના કામો આ યોજના હેઠળ કરવામાં આવે છે.

ખેડા જિલ્લાના દાતાઓએ-humdekhengenews

ખેડા જિલ્લામાં માતૃપ્રેમ યોજના અંતર્ગત દાતાઓં દ્રારા આપવામાં આવેલા દાનથી તેમના ગામ અને જેતે વિસ્તારનો વિકાસ કરવામાં આવે છે, જેમાં સુરેશચંદ્ર એમ શાહ અને તેમના પરિવાર (ભરત શાહ અને દીપક શાહ) દ્રારા આપવામાં આવેલ દાનથી ખડાલ (તા. કઠલાલ) ગામે સ્માર્ટ ક્લાસરૂમનું કામ પ્રગતિ હેઠળ છે. સાથેજ રમેશ પટેલ અને શ્રીમતી કલાબેન પટેલ જેને વસો (તા.ગળતેશ્વર) ગામે ૧૦૦% દાનથી સરકારી પ્રાથમિક શાળામાં ૩૦ ઓરડા માટે દાન આપ્યું છે, તેમજ, રધવાણજ તા.માતર ગામે દાતા જિતેન્દ્રસિંહ ભગવતસિંહ રાઠોડના દાનતથી સ્મશાનગૃહ, આખડોલ તા.નડિઆદ ગામે દાતા ઇન્દ્રવદન આશા પટેલના દાનથી સ્માર્ટ ક્લાસરૂમ તથા દાતા અલ્તાબ હુસૈન ગુલામનબી કુરેશી (માતર), ઘનશ્યામ હરમાનભાઇ પટેલ (મિત્રાલ,તા. વસો)ના દાન દ્વારા સોલર સ્ટ્રીટ લાઇટના કામો સંપન્ન થયેલ છે.

આ માટે આજે જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલ દ્વારા દાતાઓં સાથે મિટિંગ કરી અને પ્રોજેક્ટની પ્રગતી બાબતે વિસ્તૃત ચર્ચા વિચારના કરીને તેઓને શુભેચ્છાઓ પાઠવી. આ સાથે જ જિલ્લા વહીવટી તંત્રનો પ્રયાસ છે કે વધુમાં વધુ લોકો તેઓના દાનથી પ્રેરિત થઇ બીજા લોકો પણ આ યોજના હેઠળ ભાગ લે, અને આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં જનકલ્યાણના કામો માટે દાન આપે. જેથી જો કોઇ દાતા દાન આપવા માગતા હોય તો https://vatanprem.org પર જઇ દાન આપી શકાશે.

આ પણ વાંચો : સ્વદેશ દર્શન 2.0 હેઠળ ધોળાવીરાના વિકાસ માટે કામગીરી શરૂ

Back to top button