ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

Loksabha election:’ભાજપ દક્ષિણમાં સાફ, ઉત્તરમાં હાફ’: 2024ના પરિણામોમાં 2004નું થશે પુનરાવર્તન : જયરામ રમેશ

નવી દિલ્હી, 10 મે : કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને કોમ્યુનિકેશન ઈન્ચાર્જ જયરામ રમેશનું કહેવું છે કે ત્રણ તબક્કાના મતદાન બાદ સ્થિતિ એકદમ સ્પષ્ટ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી હવે આઉટગોઇંગ વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. જયરામ રમેશે કહ્યું કે આ ચૂંટણી ઐતિહાસિક હશે અને ગઠબંધન સરકાર સત્તામાં આવવાની છે. તેમણે કહ્યું કે ત્રણ તબક્કામાં બધું સ્પષ્ટ થઈ ગયું છે. આગામી તબક્કામાં મહાગઠબંધન બહુમતી સુધી પહોંચશે.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે મહાગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળી રહી છે

તેમણે કહ્યું, “19 એપ્રિલે પ્રથમ રાઉન્ડ પછી, તે ખૂબ જ સ્પષ્ટ થઈ ગયું હતું – દક્ષિણમાં ભાજપ સાફ અને ઉત્તરમાં હાફ થઇ રહી છે. 27 એપ્રિલે બીજા રાઉન્ડ પછી, તે વધુ સ્પષ્ટ થઈ ગયું છે કે સમગ્ર દક્ષિણ ભારતમાં ભાજપનો સફાયો થવા જઈ રહ્યો છે. ભારતના ઉત્તર અને મધ્ય ભાગમાં2019ની સરખામણીએ ભાજપ હાફ થવા જઈ રહી છે. તેથી હું કહીશ કે 3 રાઉન્ડના અંતે આપણે 2004માં જે જોયું તેનું 2024માં પુનરાવર્તન થવાનું છે. કોંગ્રેસ અને તેના સહયોગીઓ – ઈન્ડિયા એલાયન્સ – સ્પષ્ટ અને નક્કર બહુમતી મેળવવા જઈ રહ્યા છે. આ આઉટગોઇંગ વડાપ્રધાન છે.

ભાજપે કહ્યું- પાર્ટીના ઉમેદવારો જંગી માર્જિનથી જીતી રહ્યા છે

પાર્ટીના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ પણ આવું જ નિવેદન આપતા કહ્યું છે કે યુપી સહિત તમામ રાજ્યોમાં ભાજપની હાર નિશ્ચિત છે અને દેશમાં કોંગ્રેસના નેતૃત્વમાં નવી સરકાર બનવા જઈ રહી છે. બીજી તરફ ભાજપના નેતાઓનું કહેવું છે કે જનતા તેમની પાર્ટીને સ્પષ્ટ બહુમતી આપવા જઈ રહી છે. અત્યાર સુધી થયેલા ત્રણ તબક્કાના મતદાનમાં પાર્ટી ઝડપથી આગળ વધી રહી છે. પાર્ટીના ઉમેદવારો મોટા માર્જિનથી ઘણી બેઠકો જીતશે તે નિશ્ચિત છે.

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે વડાપ્રધાન મોદીના નોટબંધીના પગલાની ટીકા કરતા કહ્યું કે, “નોટબંધી એ સંપૂર્ણ આપત્તિ હતી, સંપૂર્ણ નિષ્ફળતા હતી.” જયરામ રમેશે પ્રશ્ન કર્યો હતો કે કાળાં નાણાંને અંકુશમાં લેવાના સરકારના દાવાઓ છતાં ED અને CBI કથિત રૂપે કોંગ્રેસ પક્ષને કાળું નાણું આપનારા ઉદ્યોગપતિઓ સામે પગલાં કેમ નથી લઈ રહ્યાં.

જયરામ રમેશે પીએમ મોદી પર “ખૂબ જ નર્વસ” હોવાનો અને “તેમના નજીકના મિત્રો પર પણ હુમલો કરવાનો” આરોપ મૂક્યો હતો, અદાણી અને અંબાણીને છેલ્લા દાયકામાં મોદીની આર્થિક નીતિઓના સૌથી મોટા લાભાર્થીઓ તરીકે ટાંક્યા હતા.

આ પણ વાંચો : મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવવાનું ભારે પડ્યું? જાણો રમૂજ અને આઘાતની ઘટના વિશે

Back to top button