અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતફોટો સ્ટોરીમધ્ય ગુજરાતસંવાદનો હેલ્લારો

અહલ્યા દેવીની 300મી જન્મશતાબ્દી અંતર્ગત લોકમાતા નાટ્યમંચન થયું

 300 વર્ષ પછી પણ જેનું શાસન લોકોને પ્રેરણા આપી રહ્યું છે એવા મહિલા સુશાસક એટલે અહલ્યાદેવી

 “લોકમાતાનાટક: ઈતિહાસની પ્રેરણાથી આવનારા ભવિષ્યના માર્ગદર્શન સુધી

 ઈતિહાસ માત્ર ભૂતકાળની ગાથાઓ નથી, પણ ભવિષ્ય માટે માર્ગદર્શન પણ છે.

અમદાવાદ, 25 માર્ચ 2025 :   સામાન્યથી અસામાન્ય બનેલી વિરાંગના અહલ્યા દેવી હોળકરની 300મી જન્મજયંતિ મહોત્સવની ઉજવણી અંતર્ગત મહિલા સમન્વય,કર્ણાવતી તેમજ માધવ સ્મૃતિ ન્યાસ દ્વારા 22, 23 માર્ચ 2025 ના રોજ લોકમાતા નાટકનું નિશુલ્ક આયોજન કરવામાં આવ્યુ. એચ.કે કોલેજના સભાગૃહમાં આ નાટકના 4 શો પ્રસ્તુત થયા, જે નિહાળવા કલા ગુરુ સ્મિતા શાસ્ત્રી સહિતના કલાકારો, વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ ગુજરાતના સેવાકીય ક્ષેત્રે કામ કરતા 3000 થી વધુ લોકો આવ્યા  હતા.


વિજ્ઞાન અને કલાનું અનોખું સમરસન –
આ નાટકની વિશેષતા એ હતી કે તેનું લેખન અને દિગ્દર્શન ISRO (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન) ના વૈજ્ઞાનિક નંદિની દેશપાંડે અને ડો. ધવલ વર્તકે કર્યું હતું, જ્યારે પ્રસ્તુતિ કરનારા તમામ કલાકારો પોતાના ક્ષેત્રમાં શિખર પર કાર્યરત છે. આ પ્રયોગ એ સાબિત કરે છે કે વિજ્ઞાન અને કળા સાથે મળે ત્યારે એ માત્ર મનોરંજન પૂરતું જ સીમિત રહેતું નથી, પણ સમાજ માટે પ્રેરણાનું મજબૂત માધ્યમ બની શકે છે.


અહલ્યા દેવી: ભવિષ્ય માટે પણ પ્રેરણારૂપ-
નાટકમાં માત્ર તેમના શૌર્ય અને રાજકીય દૃષ્ટિની જ વાત નહીં, પણ આજના યુગમાં પણ એક સ્ત્રી કેવી રીતે લીડર બની શકે, સમાનતા, ન્યાય અને ધર્મનું પાલન કેવી રીતે કરી શકાય – તેવા પ્રશ્નોના જવાબ પણ રજૂ કરવામાં આવ્યા. અહલ્યા દેવીના આદર્શો આજે પણ સમાજ માટે સમકાલીન છે.

આજના યુગમાં જ્યારે નેતૃત્વ, નારીશક્તિ અને સંસ્કૃતિ જળવવાની જરૂરિયાત છે, ત્યારે આ નાટકે લોકોને વિચાર કરવા મજબૂર કર્યા. અને આખો સભાગૃહ લોકમાતાના જયઘોષ થી ગુંજી ઉઠયો.. નાટકના અંતે અનેક લોકોએ કહ્યું કે, “અહલ્યા દેવી માત્ર ઈતિહાસના પાત્ર નથી, તેઓ આજના યુગ માટે પણ એક મજબૂત માર્ગદર્શક છે.”

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

આ પ્રસંગે એ સાબિત થયું કે મહાનાયકોના જીવનમાંથી મેળવેલી પ્રેરણા અમર રહે છે. રાજમાતા અહલ્યાએ જે રીતે ન્યાય, સખાવત અને તટસ્થતાથી સમાજ માટે કાર્ય કર્યું, તે આજની પેઢી માટે એક મજબૂત સંદેશ છે – “જો ઇચ્છાશક્તિ મજબૂત હોય, તો કોઈપણ યુગમાં એક સામાન્ય માણસ પણ અસામાન્ય કાર્ય કરી શકે છે.”

આ પણ વાંચો : ચીનનું વર્ચસ્વ ઓછું થશે? સરકારે મોટી તૈયારી કરી; સ્વદેશી મોબાઈલ ચિપ પર કામ શરૂ

Back to top button