લોકસભા અધ્યક્ષે સાંસદોને પત્ર લખ્યો, ‘સુરક્ષામાં ચૂકની તપાસ ચાલુ છે, રાજકારણ ન કરો’
- સ્મોક એટેક બાદ સંસદમાં રાજકારણ ચાલુ થઈ જતાં લોકસભા અધ્યક્ષે સાંસદોને લખ્યો પત્ર.
- સ્મોક એટેકમાં અત્યાર સુધી છ લોકોની ધરપકડ કરવામાં આવી.
- સંસદની સુરક્ષા ભંગના મામલામાં તપાસ ચાલી રહી છે: ઓમ બિરલા
નવી દિલ્હી, 16 ડિસેમ્બર: સંસદની સુરક્ષામાં ભંગને લઈને વિપક્ષના હુમલાઓ વચ્ચે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ તમામ સાંસદોને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે સાંસદોને સંસદમાં બનેલી ઘટના પર રાજકારણ ન કરવા વિનંતી કરી હતી. સ્પીકરે એમ પણ કહ્યું કે ગૃહની અંદર બનેલી ઘટનાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.
लोकसभा अध्यक्ष ओम बिरला ने संसद सुरक्षा चूक मामले पर सभी सांसदों को पत्र लिखा।
उन्होंने लिखा, “घटना की गहन जांच के लिए एक उच्च-स्तरीय जांच समिति का गठन किया गया है … मैंने एक उच्च शक्ति वाली समिति का गठन भी किया है जो संसद परिसर में सुरक्षा के विभिन्न पहलुओं की समीक्षा करेगी… pic.twitter.com/4dDePK5uiD
— ANI_HindiNews (@AHindinews) December 16, 2023
પત્રમાં લોકસભાના સ્પીકરે ભૂતકાળમાં બનેલી ઘટનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “આ દુર્ભાગ્યપૂર્ણ છે કે સાંસદોને સસ્પેન્ડ કરવાની ઘટનાને આ ઘટના સાથે જોડવામાં આવી રહી છે, જ્યારે આ પહેલા પણ આવી ઘણી ઘટનાઓ બની છે. જેનો દેશ સાક્ષી રહ્યો છે.”
સભાની ગરિમા જાળવવા માટે સાંસદોને સસ્પેન્ડ કરાયા: ઓમ બિરલા
તેમણે કહ્યું કે ‘આવી ઘટનાઓ પર શું નિર્ણય લેવાનો છે? તે લોકસભા અધ્યક્ષનો વિશેષાધિકાર છે. સદનની ગરિમા જાળવવા માટે મારે સાંસદોને સસ્પેન્ડ કરવાનો સખત નિર્ણય લેવો પડ્યો, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને.’
ગૃહમાં હનેલી ઘટના બધા માટે ચિંતાનો વિષય: ઓમ બિરલા
લોકસભા અધ્યક્ષે પત્રમાં કહ્યું, “13 ડિસેમ્બરે ગૃહની અંદર બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટના બધા માટે ચિંતાનો વિષય છે. અમે ગૃહમાં આ ઘટના પર સામૂહિક ચિંતા વ્યક્ત કરી હતી. તે જ દિવસે, મેં તમામ પક્ષોના નેતાઓ સાથે ચર્ચા કરી કે આપણે સંસદમાં સુરક્ષા વ્યવસ્થાને કેવી રીતે વધુ મજબૂત બનાવી શકીએ. મીટીંગ દરમિયાન આપવામાં આવેલ કેટલાક મહત્વના સૂચનો તાત્કાલિક અમલમાં મૂકવામાં આવ્યા છે.”
ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના
તેમણે કહ્યું કે ગૃહની અંદર બનેલી ઘટનાની તપાસ કરવા માટે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. કમિટીએ કામગીરી શરૂ કરી દીધી છે. આ સમિતિનો અહેવાલ ટૂંક સમયમાં ગૃહમાં શેર કરવામાં આવશે.
સાંસદોએ ગૃહમાં પોસ્ટર લાવ્યા હતા
ઓમ બિરલાના પત્ર પર કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું, “સંસદના જે સભ્યોઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેઓનો આ ઘટના સાથે કોઈ સંબંધ નથી. આ બે અલગ-અલગ વિષયો છે. આ પત્રમાં એવું પણ લખવામાં આવ્યું છે કે સંસદના સભ્યોનું સસ્પેન્શન એટલા માટે થયું કારણ કે તેઓ ગૃહમાં પોસ્ટર લાવ્યા હતા અને સંસદને સુચારૂ રીતે ચાલવા દીધી ન હતી. જો વિપક્ષ આ રીતે સંસદને ચાલવા નહીં દે તો તેમનો અવાજ સરકાર સુધી કેવી રીતે પહોંચશે?
સસ્પેન્ડ કરાયેલા સાંસદોનું ગૃહની બહાર પ્રદર્શન
વિપક્ષે સંસદની સુરક્ષામાં ચૂકને લઈને હોબાળો મચાવ્યો હતો, જેના કારણે ગુરુવારે (14 ડિસેમ્બર) સ્પીકરે વિવિધ સાંસદોના કુલ 13 સાંસદોને સસ્પેન્ડ કર્યા હતા. કોંગ્રેસ સહિતના પક્ષોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ પછી શુક્રવારે (15 ડિસેમ્બર) સસ્પેન્ડેડ સાંસદોએ ગૃહની બહાર ગાંધી પ્રતિમાની સામે પ્રદર્શન કર્યું હતું. તેમણે કહ્યું કે બંને ગૃહોમાં વિપક્ષના અવાજને દબાવવામાં આવી રહ્યો છે. વિપક્ષના સાંસદો ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો: મહિલા અનામત બિલને લઈને નિર્મલા સીતારમણે આપ્યું અપડેટ, જાણો ક્યારે થશે લાગુ?