ચૂંટણી 2024ટોપ ન્યૂઝનેશનલ

લોકસભા સ્પીકરની ચૂંટણી 26 જૂને થશે, રાષ્ટ્રપતિએ નોટિફિકેશન બહાર પાડ્યું

Text To Speech

નવી દિલ્હી, 13 જૂન : લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા છે. સરકારની રચના સાથે જ મંત્રીઓને તેમના મંત્રાલયો પણ સોંપવામાં આવ્યા છે. હવે 18મી લોકસભાના સ્પીકર કોણ હશે તેના પર સૌની નજર છે. આ સવાલનો જવાબ 26 જૂને મળશે. વાસ્તવમાં લોકસભા સ્પીકરની ચૂંટણી 26 જૂને થવાની છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ અંગે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે.

કોણ બનશે લોકસભા સ્પીકર?

બીજી તરફ એવા પણ અહેવાલ છે કે રાજસ્થાનની કોટા લોકસભા સીટ પરથી સતત ત્રીજી વખત ચૂંટણી જીતનાર ઓમ બિરલાને ફરી એકવાર લોકસભા અધ્યક્ષની કમાન સોંપવામાં આવી શકે છે. આ સિવાય આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની પત્નીની બહેન ડી પુરુન્ડેશ્વરીનું નામ પણ ચર્ચામાં છે.

નાયડુની TDP કરી શકે છે સ્પીકર પદ માટેનો દાવો

ઉલ્લેખનીય છે કે, આ વખતે લોકસભામાં નરેન્દ્ર મોદી સરકાર NDA ગઠબંધન સાથે બની છે. અહીંયા ભાજપને પૂર્ણ બહુમત મળ્યું નથી તેથી તેને ટેકો આપનાર સાથી પક્ષો પોતાના લાભકારી પદ માટે દાવો કરી શકે છે ત્યારે આ વખતે જ્યારે લોકસભા સ્પીકર પદની ચર્ચા થઈ રહી છે તેમાં ચંદ્રાબાબુ નાયડુની TDP સ્પીકર પદ માટે દાવો કરી શકે છે.

Back to top button