ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી શરુ, ED-CBI, NEET મામલે વિપક્ષનું વિરોધ પ્રદર્શન

Text To Speech
  • NEET પર એક દિવસ ચર્ચાની માગ સાથે વિપક્ષના દેખાવો
  • રાહુલ ગાંધી બપોરે 12:15 વાગ્યે રાષ્ટ્રપતિ મુર્મૂના અભિભાષણ સામે પોતાનો પક્ષ રજૂ કરશે

નવી દિલ્હી. 1 જુલાઈ, 2024 : બે દિવસના વિરામ બાદ આજે ફરી લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી શરુ થઇ છે. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સહિત વિપક્ષના સાંસદોએ કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવતા અને NEET પર એક દિવસ ચર્ચાની માગ સાથે સંસદ સંકુલમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ઓમ બિરલાએ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા

18 મી લોકસભાના પ્રથમ સત્રના બીજા સપ્તાહમાં પણ ભાજપ નેતૃત્ત્વવાળી એનડીએ સરકાર અને વિપક્ષની વચ્ચે હોબાળો થવાની શક્યતા છે. આજથી સંસદની કાર્યવાહી ફરી શરૂ થઇ છે. એ પહેલા જ સરકારની મુશ્કેલી વધારતાં વિપક્ષે સંસદની બહાર NEET પર એક દિવસ ચર્ચાની માગ સાથે દેખાવો કર્યા હતા. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સંસદ વતી ભારતીય ક્રિકેટ ટીમને T-20 વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. વિપક્ષના નેતા રાહુલ ગાંધી લગભગ બપોરે 12:15 વાગ્યે રાષ્ટ્રપતિ મુર્મૂના અભિભાષણ સામે પોતાનો પક્ષ રજૂ કરશે.

રાહુલ ગાંધીએ ગૃહમાં NEET અનિયમિતતાનો મુદ્દો ઉઠાવ્યો

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગૃહમાં NEET અનિયમિતતાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે સંસદમાંથી દેશને સંદેશ આપવામાં આવે છે. અમે વિદ્યાર્થીઓને સંદેશ આપવા માંગીએ છીએ કે NEETનો મુદ્દો સંસદ માટે મહત્વપૂર્ણ છે. તેથી આ સંદેશ મોકલવા માટે અમે ઈચ્છીએ છીએ કે સંસદ આ અંગે ચર્ચા કરે.

માઈકનું નિયંત્રણ ખુરશી પર બેઠેલા વ્યક્તિના હાથમાં નથી..

લોકસભામાં વિપક્ષના વિરોધ વચ્ચે સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, “ગૃહની બહાર કેટલાક સાંસદોએ આરોપ લગાવ્યો કે સ્પીકર માઈક બંધ કરી દે છે. પરંતુ માઈકનું નિયંત્રણ ખુરશી પર બેઠેલા વ્યક્તિના હાથમાં નથી.”

આ પણ વાંચો : NTAએ નીટ 2024 રીટેસ્ટના પરિણામ કર્યા જાહેર, જૂઓ કેવી રીતે જાણી શકશો?

Back to top button