ટોપ ન્યૂઝનેશનલ

લોકસભા-રાજ્યસભામાં ગુંજ્યો અદાણીનો મુદ્દો 3 ફેબ્રુઆરી સુધી કાર્યવાહી સ્થગિત

સંસદના બન્ને સદન, રાજ્યસભા અને લોકસભામાં બજેટ પર ચર્ચા થવાની હતી. પરંતુ બજેટ રજૂ કર્યાના એક દિવસ પછી લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ સભ્યોએ હોબાળો શરૂ કર્યો હતો જે બાદ બન્ને સદનોની કાર્યવાહી આવતી કાલ 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

  • બજેટ સત્ર દરમિયાન વિપક્ષના હોબાળો
  • આવતીકાલ સુધી લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત
  • ગૃહ સ્થગિત કરવા પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની પ્રતિક્રિયા

આ પણ વાંચો : ‘જે લોકો ગૌમાંસ ખાય છે તેઓ…’, દત્તાત્રેય હોસાબલેએ કહ્યું- ભારતમાં રહેતા દરેક વ્યક્તિ જન્મથી હિંદુ

સંસદના બજેટ સત્રના બીજા દિવસે લોકસભાની બેઠકની શરુઆતમાં, સ્પીકર ઓમ બિરલાએ ઝામ્બિયા પ્રજાસત્તાકની નેશનલ એસેમ્બલીના સ્પીકર નેલી મુટી અને ઝામ્બિયા પ્રજાસત્તાકના સંસદીય પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું. આ સમયગાળા દરમિયાન ઝામ્બિયન પ્રતિનિધિમંડળના સભ્યો ગૃહની વિશેષ ગેલેરીમાં બેઠા હતા. આ પછી લોકસભાના અધ્યક્ષે પ્રશ્નોત્તરીકાળ શરૂ કરતા જ કોંગ્રેસ સહિત વિપક્ષી દળોના સભ્યોએ પોતાના મુદ્દા ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. કેટલાક સભ્યો પણ સીટ પાસે આવ્યા હતા.

હંગામો કરનાર વિપક્ષી સભ્યોને તેમના સ્થાનો પર જવાની અપીલ કરતાં, બિરલાએ પ્રશ્નકાળ ચાલુ રાખવાની અપીલ કરી અને કહ્યું કે તથ્યો વિના કશું બોલવું જોઈએ નહીં. આ દરમિયાન સ્પીકર બિરલાએ ભારતીય જનતા પાર્ટી (BJP)ના સભ્ય પૂનમ માદમને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY) સંબંધિત પૂરક પ્રશ્ન પૂછવા કહ્યું, પરંતુ હંગામા વચ્ચે તેઓ પૂરક પ્રશ્ન પૂછી શક્યા નહીં.

આ પણ વાંચો : ભાજપે નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી, 20 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા

સ્પીકર બિરલાએ હોબાળો કરનાર સભ્યોને કહ્યું, “પ્રશ્નકાળ મહત્વનો સમય છે. વિધાનમંડળના અધ્યક્ષોની પરિષદમાં ચિંતા વ્યક્ત કરતા કહેવામાં આવ્યું હતું કે પ્રશ્નકાળ ચાલુ રાખવો જોઈએ. તેમણે વિપક્ષી સભ્યોને કહ્યું, તમે મૂળભૂત પ્રશ્નો ઉઠાવો. હું તમને પૂરતો સમય આપીશ. તમે ગૃહની મર્યાદા જાળવવા નથી માંગતા. તથ્યો વિના વાત ન કરો.”

સંસદના બન્ને સદન સત્રમાં હોબાળો - Humdekhengenews

જ્યારે હંગામો બંધ ન થયો તો સ્પીકરે થોડીવાર બાદ ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી. એવું માનવામાં આવે છે કે વિપક્ષના સભ્યો ગૃહમાં અદાણી જૂથ સંબંધિત મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કોંગ્રેસના કેટલાક સભ્યોએ આ મુદ્દે સ્થગિત કરવાની નોટિસ પણ આપી છે. ત્યારબાદ આ બંન્નં ગૃહની કાર્યવાહી આવતીકાલ 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.

ગૃહ સ્થગિત કરવા પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની પ્રતિક્રિયા

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે અમે બજાર મૂલ્ય ગુમાવનાર કંપનીઓમાં LIC, જાહેર ક્ષેત્રની બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા રોકાણના મુદ્દા પર ચર્ચા કરવા માટે નિયમ 267 હેઠળ બિઝનેસ નોટિસને સસ્પેન્ડ કરી છે, જેના કારણે કરોડો ભારતીયોની મહેનતથી કમાયેલા નાણાં જોખમમાં છે.

Back to top button