ટ્રેન્ડિંગનેશનલ

લોકસભા સાંસદ દાનિશ અલીને જાનથી મારી નાખવાની મળી ધમકી

  • લોકસભા સાંસદ દાનિશ અલીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે, દાનિશે કહ્યું કે, “હું આવી ધમકીઓથી ડરતો નથી”

નવી દિલ્હી, 7 ફેબ્રુઆરી: લોકસભા સાંસદ દાનિશ અલીને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. દાનિશે પોતે આ માહિતી આપી છે. દાનિશે કહ્યું, ‘ગઈકાલે સાંજે મારા મોબાઈલ પર કેટલાક કોલ આવ્યા હતા. હું તે કોલ એટેન્ડ કરી શક્યો ન હતો કારણ કે હું મીટિંગમાં હતો. એટલામાં જ મારા ઘરે લેન્ડલાઈન પર કેટલાક ફોન આવ્યા. ફોન કરનારે મને અપશબ્દો બોલ્યા અને મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

દાનિશના પીએ કોલ રેકોર્ડ કર્યો

દાનિશે કહ્યું, “મારા પીએ એ મારા ઘરે લેન્ડલાઈન પર આવેલા કોલને રેકોર્ડ કર્યો છે. કોલર આઈડી હોવાથી ઘમકી આપનારનો નંબર પણ અમે મેળવ્યો છે. અમે દિલ્હી પોલીસને ફોન કર્યો અને એક ટીમ મારા ઘરે પહોંચી. તેમની સામે ફરિયાદ નોંધાઈ છે. તેમના દ્વારા આજે FIR દાખલ કરવામાં આવી છે. હું આવી ધમકીઓથી ડરતો નથી. હું જાણું છું કે આ મને ચૂપ કરવાનો પ્રયાસ છે, પણ હું ગભરાઈશ નહિ.”

 

BSP એ દાનિશને કર્યા હતા સસ્પેન્ડ

દાનિશ અલી ત્યારે ચર્ચામાં હતા જ્યારે તેમને બહુજન સમાજ પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ અંગે બીએસપીના રાષ્ટ્રીય મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રાએ એક પત્ર જારી કરીને કહ્યું હતું કે તમને (દાનિશ)ને ઘણી વખત મૌખિક રીતે કહેવામાં આવ્યું હતું કે તમે પાર્ટીની નીતિઓ, વિચારધારા અને અનુશાસન વિરુદ્ધ કોઈ નિવેદન કે કામ ન કરો, પરંતુ તેમ છતાં તમે, તે પાર્ટી વિરુદ્ધ કામ કરી રહ્યો છે. તેથી, પાર્ટીના હિતમાં, તમને તાત્કાલિક અસરથી BSPના સભ્યપદમાંથી સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે.

બીજેપી સાંસદ રમેશ બિધુરી સાથેનો ઝગડો થયો હતો વાયરલ

21 સપ્ટેમ્બર (ગુરુવારે) લોકસભામાં ચંદ્રયાન પર ચર્ચા દરમિયાન દિલ્હીના બીજેપી સાંસદ રમેશ બિધુરીએ યુપીના સાંસદ કુંવર દાનિશ અલી સાથે ગેરવર્તન કર્યું હતું. બીજેપી સાંસદે દાનિશ અલી માટે વાંધાજનક શબ્દો કહ્યા હતા. બિધુરીના અપશબ્દોને ગૃહની કાર્યવાહીમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

આ પણ વાંચો: 25 વર્ષની મહિલા બોરવેલમાં ખાબકી, જાતે પડી કે પછી કોઈએ ધક્કો માર્યો?

Back to top button