ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

લોકસભા ચૂંટણીમાં AIનો કમાલ, PM મોદી એક જગ્યાએથી 8 ભાષાઓમાં કરશે પ્રચાર

નવી દિલ્હી, 06 માર્ચ: લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માસ્ટરસ્ટ્રોક માર્યો છે. નોર્થનો મોદી મેજીક હવે સાઉથ, ઈસ્ટ અને વેસ્ટમાં પણ જોવા મળશે. હા આ બિલકુલ સાચું છે, PMનું x હેન્ડલ આઠ અલગ-અલગ ભાષાઓમાં બનાવવામાં આવ્યું છે, જેના પર AI ટેક્નોલોજીની મદદથી બાંગ્લા, કન્નડ, તેલુગુ, પંજાબી જેવી ભાષાઓમાં તેમના ભાષણો પોસ્ટ કરવામાં આવી રહ્યા છે.

PM મોદીના આઠ X એકાઉન્ટ બનાવાયા

હાલના સમયમાં જ્યારે AIનો ઉપયોગ સમગ્ર દુનિયામાં ક્રાંતિ લાવી રહ્યું છે, ત્યારે ભાજપ બીજી પાર્ટીઓથી બે ડગલાં આગળ ચાલી રહ્યું છે. લોકસભા ચૂંટણીમાં AI ટેક્નોલોજીની ચર્ચા થઈ રહી છે, ત્યારે પીએમ મોદીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એકાઉન્ટ લૉન્ચ કરાયા છે. અલગ-અલગ ભાષા ધરાવતા આઠ રાજ્યોમાં પીએમ મોદી નાગરિકો સાથે તેમની ભાષામાં સીધી રીતે સંપર્ક કરી શકે તે માટે નરેન્દ્ર મોદી તમિલ, નરેન્દ્ર મોદી બાંગ્લા જેવી કુલ આઠ એકાઉન્ટ બનાવાયા છે. ભાજપનો પ્રયાસ એવો છે કે તે ઉત્તર ભારતીય પાર્ટી હોવાની છાપથી પોતાને બહાર નીકાળે અને સમગ્ર દેશના લોકો સાથે સીધા સંપર્કમાં રહે.

ગુજરાતી હોવા ઉપરાંત હિન્દી ભાષી રાજ્યમાંથી ચૂંટણી લડીને ચોંકાવનારા પીએમ નરેન્દ્ર મોદી સમગ્ર દેશના લોકોથી ભાવનાત્મક રૂપથી જોડાવા ઇચ્છે છે. અત્યાર સુધી ભાષા એક મોટો અવરોધ રહ્યો છે. હિન્દી ભાષી રાજ્યોમાં મોદી મેજીક જોવા મળ્યો છે, પરંતુ પંજાબ, ઓડિશા, બંગાળ અને તમિલનાડુ જેવા વિવિધ ભાષાઓ બોલતા રાજ્યોમાં ભાજપ આગળ વધી શક્યું નથી. હવે પીએમએ બાંગ્લા, કન્નડ, ઉડિયા, પંજાબી, તેલુગુ, મરાઠી અને મલયાલમમાં તેમના નામ લખેલા સોશિયલ મીડિયા હેન્ડલ્સ બનાવ્યા છે.

વીડિયોમાં પણ અનુવાદ થઈને આવે છે. સાંભળીને એવું લાગે કે જાણે મોદી જ તે ભાષામાં બોલી રહ્યા છે. 24 કલાકની અંદર વિવિધ ભાષાઓમાં ઘણા વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા છે. બીજેપીનું કહેવું છે કે પીએમ મોદીના ભાષણનું વિવિધ ભાષાઓમાં લાઈવ સ્ટ્રીમિંગ પણ થશે.

આઠ ભાષાઓમાં પીએમ મોદીના ભાષણ ટ્રાન્સલેટ થઈ રહ્યા છે

આ એક રીતે ભાજપનો નવો પ્રયોગ છે. અત્યારે આ રાજ્યોમાં વિપક્ષ ખાસ કરીને પ્રાદેશિક પક્ષોનો દબદબો છે. ભાજપ સતત ત્યાં મહેનત કરી રહી છે પરંતુ ત્યાં ભાજપને કઈ ફળ્યું નથી. ઉદાહરણથી સમજીએ. મોદી લહેર હોવા છતાં છેલ્લી વાર તમિલનાડુની 39માંથી એક સીટ પણ જીતી નથી શકી. મોદીએ ઉત્તર-દક્ષિણને કનેક્ટ કરવા માટે ઘણા કાર્યક્રમો શરૂ કર્યા. બંગાળ હોય કે અન્ય ભાષી રાજ્યો ત્યાંની દરેક ઘટનાને ભાજપ ઘણું જ ગંભીરતાથી લઈ રહી છે.ભાજપ આઈટી સેલના પ્રભારી અમિત માલવિયાએ જણાવ્યું કે આ આઠ એક્સ હેન્ડલ દ્વારા પીએમના ભાષણ આઠ ભાષાઓમાં ટ્રાન્સલેટ થઈ રહ્યા છે. ભાષણોની ડબિંગમાં AIનો ઉપયોગ થઈ રહ્યો છે. તેમના મુજબ આ પ્રયોગ દુનિયામાં હજુ સુધી થયો નથી.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2024 તારીખ: 14-15 માર્ચે લોકસભા ચૂંટણીની જાહેરાતની શક્યતા

Back to top button