લોકસભા ચૂંટણી : કોંગ્રેસે પ્રચાર સમિતિની કરી રચના


નવી દિલ્હી, 6 જાન્યુઆરી : આગામી લોકસભાની ચૂંટણી માટે તમામ પક્ષોએ પ્રયાસો શરૂ કરી દીધા છે. આ ક્રમમાં કોંગ્રેસ પણ પોતાની તૈયારીઓને તેજ કરવામાં વ્યસ્ત છે. ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે શનિવારે પ્રચાર સમિતિની રચના કરી છે. આ ઉપરાંત સામાન્ય ચૂંટણી માટે વોર રૂપ અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે.
પાર્ટીએ આ અંગે નિવેદન પણ જાહેર કર્યું છે. જણાવવામાં આવ્યું છે કે અજય માકનને પ્રચાર સમિતિના સંયોજક બનાવવામાં આવ્યા છે. જ્યારે પાર્ટીના મહાસચિવ જયરામ રમેશ અને કેસી વેણુગોપાલ તેના સભ્યો હશે. આ સાથે AICC વહીવટી પ્રભારી ગુરદીપ સિંહ સપ્પલ, મીડિયા અને પ્રચાર વિભાગના વડા પવન ખેડા અને સોશિયલ મીડિયા હેડ સુપ્રિયા શ્રીનેત પણ આ સમિતિમાં સામેલ છે.
પાર્ટીએ ચૂંટણી વોર રૂમ માટે અધિકારીઓની પણ નિમણૂક કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વૈભવ વાલિયાને કોમ્યુનિકેશન વોર રૂમના વડા બનાવવામાં આવ્યા છે, જ્યારે શશિકાંત સેંથિલ એસ સંગઠનાત્મક વોર રૂમની જવાબદારી સંભાળશે. નિવેદન અનુસાર સંગઠનાત્મક વોર રૂમમાં વરુણ સંતોષ, ગોકુલ બુટેલ, નવીન શર્મા અને કેપ્ટન અરવિંદ કુમાર ઉપાધ્યક્ષ હશે.