લોકસભા ચૂંટણી 2024: ED-CBIથી ડરવાની જરૂર નથી- 2024માં BJPની હાર સુનિશ્ચિત: સત્યપાલ મલિકના તીખા બોલ
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 અને વિપક્ષી એકતાને લઈને દેશભરમાં ચાલી રહેલી રાજકીય ગરમાગરમી વચ્ચે જમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે એક વખત ફરીથી મોદી સરકાર પર નિશાનો સાધ્યો છે. તેમને ટ્વિટ કરીને કહ્યું છે કે, હું તો બધા નેતાઓને કહી રહ્યો છું કે તમને ઈડી અને સીબીઆઈથી ગભરાવવાની જરૂર નથી. સત્યનો સામે છાતીએ સામનો કરવો જોઇએ. લોકસભા ચૂંટણી 2024માં ભારતીય જનતા પાર્ટીની હાર નક્કી છે. બીજેપી સરકાર આગામી ચૂંટણીમાં બચી શકશે નહીં. પછી મોદી જી અને તેમના સહયોગીઓની તપાસ કરાવી લેજો.
પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે આગળ કહ્યું કે કેન્દ્ર સરકારની આ એજન્સીઓનો તમે અત્યારે બહાદુરીથી સામનો કરો. છ મહિના પછી તેમની હાર નક્કી છે. તે પછી અધિકારીઓને પણ ખ્યાલ આવી જશે કે હવે જવાનો સમય આવી ગયો છે, તેથી કંઇ કરવાની જરૂર નથી. તે પછી સત્તામાં બેસેલા બીજેપીવાળાઓની જ તપાસ થશે. મીડિયા તરફથી પૂછવામાં આવ્યું કે કોની તપાસ? તો તેમને જવાબ આપ્યો કે પીએમ નરેન્દ્ર મોદી અને તેમના સહયોગીઓની.
બાલિયાનના પરિવારેન અનેક વખત છોડાવ્યા
22 જૂને સત્યપાલ મલિકે કેન્દ્રિય મંત્રી સંજીવ બાલિયાનને લઇને પૂછેલા એક પ્રશ્નના જવાબમાં વિવાદિત નિવેદન આપતા કહ્યું કે તેમના પરિવારને પોલીસ સ્ટેશનમાંથી અનેક વખત મેં છોડાવ્યો છે. જો સંજીવ બાલિયાનમાં હિંમત હોયતો તેઓ પાર્ટી છોડીને સર્વાઇવ કરીને બતાવે. અહીં તે વાતનો ઉલ્લેખ કરી દઇએ કે હાલમાં જ સંજીવ બાલિયાને સત્યપાલ મલિકને લઈને કહ્યું હતુ કેસ તેમને એવી કોઈપણ પાર્ટી છોડી નથી જેમાં તેઓ ન ગયા હોય. ઉલ્લેખનિય છે કે, સત્યપાલ મલિકે જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ હતા ત્યારે તેમને પુલવામાને લઈને અવાઝ ઉઠાવ્યો હતો. તેમને દેશના 40 જવાનોના મોતને લઈને સરકારને જવાબદાર ઠેરવ્યા હતા.
બીજેપીને હરાવવા માટે વોટ કરો
બે દિવસ પહેલા હરિયાણાના સાંપલાના છોટૂરામ સંગ્રહાલયમાં આયોજિન કિસાન કમેરા મહાપંચાયતમાં તેમને કહ્યું કે, બીજેપીને હરાવવા માટે વોટ નાખો. તે માટે હું પણ પ્રયાસ કરી રહ્યો છું. તેટલું જ નહીં પૂર્વ રાજ્યપાલે ખેડૂત નેતા ગુરનામ ચઢૂનીએ પણ 2024માં ચૂંટણી લડવાની રણનીતિ તૈયાર કરવાનું આહ્વાન કર્યું છે. તો ઝાટ સંમેલનમાં તો સત્યપાલ મલિકે તેટલા સુધી કહી દીધું હતુ કે, અદાણીની બધી જ સંપત્તિ પીએમ મોદીની છે.
આ પણ વાંચો- ભાજપનો વિપક્ષને ટોણો, કાર્યકર લોહી વહાવી રહ્યા છે ને નેતાઓ સેટિંગ કરી રહ્યા છે