અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતયુટિલીટી

લોકસભા ચૂંટણી-ર૦ર૪ઃ નડિયાદ અને મોરબીમાં EVM/VVPat અંગે જાગૃતિ અભિયાનનો પ્રારંભ

  • નડિયાદમાં નિવાસી અધિક કલેકટર બી.કે.જોષી દ્વારા જિલ્લા કક્ષાનું ઈ.વી.એમ.-વીવીપેટ નિદર્શન કેન્દ્ર ખૂલ્લું મૂકાયું
  • મોરબી જિલ્લામાં ઈવીએમ-વીવીપેટ અંગે જાગૃતિ માટે મોબાઈલ ડેમોન્સટ્રેશન વાન (MDV)ને પ્રસ્થાન કરાવતા કલેક્ટર જી.ટી. પંડ્યા

મોરબી / નડિયાદ, 01 જાન્યુઆરી, 2024: આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-ર૦ર૪ને ધ્યાનમાં રાખીને ગુજરાતના વિવિધ જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન અને તેમાં ખાસ કરીને ઈવીએમ-વીવીપેટ (EVM/VVPAT) અંગે પ્રથમ વખતના યુવા મતદારોને માહિતીગાર માટેની કામગીરી શરૂ થઈ ગઈ છે. ખેડા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ લોકસભા ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવનાર ઈ.વી.એમ. / વીવીપેટની ફર્સ્ટલેવલ ચેકિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. અને લોકસભા ચૂંટણી લોકશાહીની પારદર્શક પ્રક્રિયા અન્વયે લોકોમાં વિશ્વાસ કેળવાય તે હેતુસર ખેડા જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જિલ્લા કક્ષાનું ઈ.વી.એમ. – વીવીપેટ નિદર્શન કેન્દ્ર જિલ્લા કલેકટર કચેરી ખાતે આજરોજ નિવાસી અધિક કલેકટર બી.કે.જોષી દ્વારા ખૂલ્લું મુકવામાં આવ્યું હતું. જિલ્લાની દરેક મામલતદાર કચેરી ખાતે પણ ઈ.વી.એમ. – વીવીપેટ નિદર્શન કેન્દ્રો પહેલી જાન્યુઆરીને સોમવારથી ખૂલ્લા મુકવામાં આવશે. તેમજ જિલ્લામાં કુલ-૧ર મોબાઈલ ડેમોસ્ટ્રેશન વાન મારફતે આગામી બે માસ સુધી પણ જિલ્લાના દરેક ગામ – શહેરી વિસ્તારોમાં ઈ.વી.એમ. – વીવીપેટનું નિદર્શન કરવામાં આવશે. જે દરમ્યાન દરેક મતદાર પોતાનો મત નાખી ઈ.વી.એમ. – વીવીપેટ મશીન યોગ્ય રીતે કામ કરે છે તેની ખાત્રી કરી શકશે.

લોકસભા ચૂંટણી-2024 - HDNews
લોકસભા ચૂંટણી-2024 – ફોટોઃ માહિતી ખાતું

ઈ.વી.એમ. – વીવીપેટના નિદર્શન દ્વારા યુવા મતદારો અને ગ્રામ્ય મતદારો ઈ.વી.એમ. – વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય અને મતદારોમાં મતદાન અંગે જાગૃતિ વધે તેમજ લોકો વધુને વધુ મતદાન કરવા તરફ પ્રેરાય તેમજ લોકશાહીનું સશક્તિકરણ થાય તે હેતુથી આ ઈ.વી.એમ. / વીવીપેટ જાગૃતિ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં અધિક કલેક્ટર બી.કે.જોષી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુસુમ પ્રજાપતિ, પ્રાંત અધિકારી કે.એસ.સુવેરા, મામલતદાર નડીઆદ(શહેર) અને (ગ્રામ્ય) તથા કલેક્ટર કચેરીનો સ્ટાફ પણ હાજર રહ્યા હતા.

લોકસભા ચૂંટણી-2024 - HDNews
લોકસભા ચૂંટણી-2024 – ફોટોઃ માહિતી ખાતું

મોરબી જિલ્લામાં પણ તૈયારી શરૂ

મોરબી જિલ્લામાં અગામી લોકસભાની ચૂંટણી અન્વયે લોકોમાં જાગૃતિ આવે લોકોને ઈવીએમ અને વીવીપેટ તથા મતદાન પ્રક્રિયા અંગે માહિતી મળે તે હેતુથી મોબાઈલ ડેમોન્સટ્રેશન વાન (MDV)ને જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાએ ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત રાજ્યના માર્ગદર્શન હેઠળ લોકો ઈવીએમ-વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય તથા લોકોમાં જાગૃતિ વધે તેવા હેતુથી મોરબી જિલ્લામાં મોબાઈલ ડેમોન્સટ્રેશન વાન (MDV) ફાળવવામાં આવી છે. આ વાન તા. ૦૧/૦૧/૨૦૨૪ થી ૨૯/૦૨/૨૦૨૪ દરમિયાન ૬૫-મોરબી વિધાનસભા મતદાર વિભાગ, ૬૬-ટંકારા વિધાનસભા મતદાર વિભાગ તથા ૬૭-વાંકાનેર વિધાનસભા મતદાર વિભાગમાં આવેલાં તમામ મતદાન મથકો તથા શહેરના મુખ્ય ભીડભાડ વાળા સ્થળો જેમ કે, શાક માર્કેટ, મોટો ચોક, બસ સ્ટેન્ડ વગેરે સ્થળોએ ફેરવી લોકોને માહિતગાર કરવામાં આવશે.

લોકસભા ચૂંટણી-2024 -HDNews
લોકસભા ચૂંટણી-2024 – ફોટોઃ માહિતી ખાતું

ઉપરાંત મોરબી જિલ્લાની હેડક્વાટર્ર કચેરી, સબ-ડીવીઝન કચેરી ખાતે ઈવીએમ નિદર્શન કેન્દ્ર(EDC) બનાવવામાં આવશે જ્યાં લોકોને ઈવીએમ-વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય તથા જાગૃતિ વધારવા માટે કામગીરી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ ખેડા અને મોરબીમાં યોગ સાધકો સૂર્ય નમસ્કાર કરીને વર્લ્ડ રેકોર્ડનો હિસ્સો બન્યા

Back to top button