નેશનલ

લોકસભા ચૂંટણી 2024: NDAમાં 38 પક્ષોમાંથી કેટલા પક્ષો પૂર્વોત્તર રાજ્યોમાંથી છે? જુઓ સંપૂર્ણ યાદી

  • લોકસભા ચૂંટણી 2024 માટે કુલ 38 પક્ષો ભાજપના નેતૃત્વ હેઠળના NDAમાં જોડાયા છે.

લોકસભા ચૂંટણી 2024: 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, ભાજપની આગેવાની હેઠળના NDAએ ગયા અઠવાડિયે તેની તાકાતનું પ્રદર્શન કર્યું હતું. જેમાં દેશના લગભગ તમામ રાજ્યોમાંથી કુલ 38 પાર્ટીઓએ ભાગ લીધો હતો. એનડીએ એ જ દિવસે આ બેઠક બોલાવી હતી, જે દિવસે વિરોધ પક્ષોના 26 પક્ષોએ ‘ભારત’ નામના ગઠબંધનની જાહેરાત કરી હતી.

એનડીએના તમામ સાથી પક્ષોની વાત કરીએ તો તેમનો ચૂંટણીનો ટ્રેક રેકોર્ડ કંઈ એટલો બધો અસરકારક નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, NDA ગઠબંધનની 38 પાર્ટીઓમાંથી 9 પાર્ટીઓએ 2019માં લોકસભા ચૂંટણી લડીજ ન હતી. આની સાથે એનડીએના ગઠબંધનના 16 પક્ષોને છેલ્લી સામાન્ય ચૂંટણીમાં એક પણ બેઠક મળી ન હતી, જ્યારે સાત પક્ષોને માત્ર એક બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો.

ઉત્તર-પૂર્વના રાજ્યોના કુલ 11-પક્ષો એનડીએમાં જોડાયા:

ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર લોકોના જનાદેશને એકલા હાથે સુરક્ષિત કરીને છેલ્લી બે ટર્મથી કેન્દ્રમાં સત્તામાં છે. તે જ સમયે, NDA એટલા માટે ગઠબંધન કરી રહી છે કેમ કે તેમને કેન્દ્રની સત્તામાં કોઈ પરિવર્તન જોઈતું નથી, ફરી સરકાર બનાવવી છે, એટલા માટે તે કોઈ કરકસર છોડશે નહીં તેવું લાગી રહ્યું છે.

ભાજપનો ઉદ્દેશ્ય એટલો જ છે કે, આગામી લોકસભા ચૂંટણી પહેલા એનડીએના તમામ લોકોને અલગ-અલગ ભૂમિકાઓ આપવાનો છે. તેના દ્વારા જ એનડીએ મહારાષ્ટ્ર, બિહાર અને પંજાબ સહિત તે તમામ રાજ્યોને નિશાન બનાવશે જ્યાં પાર્ટી નબળી પડી શકે છે. પૂર્વોત્તર રાજ્યોની લોકસભા સીટો પર નજર કરીએ તો એનડીએ સાથે કુલ 11 પાર્ટીઓ રાખવામાં આવી છે.

PM મોદીની સાથે રહેલા NDAના 38 ગઠબંધન પક્ષોનુ લિસ્ટ:

  1. અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુનેત્ર કડગમ (AIADMK)
  2. તમિલ મનિલા કોંગ્રેસ
  3. પટ્ટલી મક્કલ કાચી
  4. પુથિયા તમિલગામ
  5. અખિલ ભારતીય NR કોંગ્રેસ
  6. શિવસેના ( એકનાથ શિંદે)
  7. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર) (NCP)
  8. રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા
  9. રાષ્ટ્રીય સમાજ પક્ષ
  10. જનનાયક જનતા પાર્ટી (JJP)
  11. જનસેના પાર્ટી (JSP)
  12. પ્રહાર જનશક્તિ પાર્ટી
  13. જન સુરાજ્ય શક્તિ
  14. મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટી (MGP)
  15. લોક જનશક્તિ પાર્ટી
  16. રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી
  17. હિન્દુસ્તાની અવમ મોરચા (સેક્યુલર) (HAM)
  18. ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન (AJSU)
  19. સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી
  20. શિરોમણી અકાલી દળ (SADS)
  21. અપના દલ (સોનેલાલ)
  22. કેરળ કામરાજ કોંગ્રેસ (KKC)
  23. ભારત ધર્મ જન સેના
  24. નિર્બલ ભારતીય શોષિત આપણુ આમ દાળ (NISHAD)
  25. હરિયાણા લોકહિત પાર્ટી (HLP)
  26. અસમ ગણ પરિષદ
  27. યુનાઇટેડ પીપલ્સ પાર્ટી લિબરલ (UPPL)
  28. ઈન્ડીજીનસ પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા (IPFT)
  29. નેશનલ પીપલ્સ પાર્ટી, મેઘાલય (NPP)
  30. યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટી
  31. હિલ સ્ટેટ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (HSPDP)
  32. મિઝો નેશનલ ફ્રન્ટ (MNF)
  33. નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP)
  34. નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF)
  35. કુકી પીપલ્સ એલાયન્સ
  36. સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM)
  37. ગોરખા નેશનલ લિબરેશન ફ્રન્ટ (GNLP)
  38. ભારતીય જનતા પાર્ટી (BJP)

આ પણ વાંચો: દિલ્હી-NCRમાં ફરી પૂરનો ખતરો, હથિની કુંડ બેરેજમાંથી 5 લાખ ક્યુસેક પાણી છોડાયું

Back to top button