UPAને લગભગ બમણી બેઠકો મળવાની ધારણા, શું દેશનું રાજકીય ચિત્ર બદલાશે?
HD ન્યુઝ ડેસ્કઃ આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે માત્ર થોડા મહિના જ બાકી છે. ભાજપની આગેવાની હેઠળના ગઠબંધનને ટક્કર આપવા માટે હવે I.N.D.I.A ગઠબંધન પણ બનાવવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં બે મોટા ગઠબંધન વચ્ચે 2024ની લોકસભાની ચૂંટણી જોવા માટે જનતા પણ ઉત્સાહિત છે. છેલ્લા 6 મહિનામાં આવા બે સર્વે કરવામાં આવ્યા હતા, જેના આંકડા લગભગ સમાન છે. બંનેમાં કોંગ્રેસ-યુપીએ ગઠબંધનને છેલ્લી ચૂંટણી કરતાં લગભગ બમણી બેઠકો મળવાની ધારણા છે. હવે આનાથી દેશનું રાજકીય ચિત્ર કેટલું બદલાશે? આ તો ચૂંટણીના પરિણામો બાદ જ ખબર પડશે.
કોંગ્રેસની સીટોમાં પણ વધારોઃ સર્વે મુજબ બીજેપીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન ફરી એકવાર લોકસભા ચૂંટણીમાં ક્લીન સ્વીપ કરી શકે છે. જ્યારે કોંગ્રેસ બહુમતીના આંકડાથી ઘણી પાછળ દેખાઈ રહી છે. જો કે બીજી સૌથી મોટી પાર્ટીની સાથે કોંગ્રેસની સીટોમાં પણ વધારો થયો છે. સર્વે પ્રમાણે એનડીએ ગઠબંધનને સતત ત્રીજી વખત લોકસભામાં બહુમતી મળવાની આશા છે. એનડીએને 285થી 325 સીટો પર જીત દેખાડવામાં આવી છે. 2019ની ચૂંટણીમાં NDAને 353 બેઠકો મળી હતી.
111-149 બેઠકો જીતે તેવી અપેક્ષાઃ સર્વેમાં કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ ગઠબંધન પોતાની સીટોમાં વધારો કરે તેવી ધારણા છે. કોંગ્રેસના નેતૃત્વમાં સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) 111-149 બેઠકો જીતે તેવી અપેક્ષા છે. છેલ્લી લોકસભા ચૂંટણી 2019ની વાત કરીએ તો, યુપીએને 91 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસને એકલી 52 બેઠકો મળી હતી.
આ પણ વાંચોઃ રાજકોટ : શંકાસ્પદ આતંકવાદીઓ ઝડપાયા બાદ સોની બજારમાં પોલીસનો સપાટો, આટલા લોકો સામે કાર્યવાહી