લોકસભા ચૂંટણી-2024ની તારીખોની આવતીકાલે જાહેરાત શક્ય
નવી દિલ્હી, 15 માર્ચઃ ભારતનું ચૂંટણીપંચ આવતીકાલે શનિવારે 2024ની લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. ચૂંટણી પંચ દ્વારા આજે આ અંગે સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, તે આવતીકાલે એટલે કે શનિવારે બપોરે ત્રણ વાગ્યે પત્રકાર પરિષદને સંબોધશે. પંચની આ જાહેરાતનો સીધો અર્થ એ છે કે, આવતીકાલે જ 2024ની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે.
Press Conference by Election Commission to announce schedule for #GeneralElections2024 & some State Assemblies will be held at 3 pm tomorrow ie Saturday, 16th March. It will livestreamed on social media platforms of the ECI pic.twitter.com/1vlWZsLRzt
— Spokesperson ECI (@SpokespersonECI) March 15, 2024
ચૂંટણીપંચમાં મુખ્ય ચૂંટણી અધિકારી (CEC)ને બાદ કરતાં બંને ચૂંટણી અધિકારીની જગ્યા ખાલી પડી હતી તે અંગે કેન્દ્ર સરકારે ગઈકાલે ગુરુવારે રાત્રે જ નિયુક્તિ કરીને જાહેરાનામું બહાર પાડ્યા બાદ, આજે બંને નવ નિયુક્ત અધિકારીએ તેમનો હોદ્દો સંભાળી લીધાના થોડા કલાકમાં જ પંચે આવતીકાલે પત્રકાર પરિષદ યોજવાની જાહેરાત કરી છે. એ જોતાં સ્પષ્ટ છે કે પંચ આવતીકાલે જ લોકસભા ચૂંટણી-2024નું શિડ્યુલ જાહેર કરી શકે છે.
ચૂંટણીપંચે 2029માં 10મી માર્ચે ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી હતી. આ વખતે છ દિવસ મોડું થયું છે. 2019માં સાત તબક્કામાં મતદાન યોજાયું હતું. જે મુજબ પહેલા તબક્કાનું મતદાન 11 એપ્રિલે (20 રાજ્ય, 91 બેઠક), બીજા તબક્કાનું મતદાન 18 એપ્રિલ (13 રાજ્યની 97 બેઠક), ત્રીજા તબક્કાનું 23 એપ્રિલે (14 રાજ્યની 115 બેઠક), ચોથા તબક્કાનું 29 એપ્રિલે (9 રાજ્યની 71 બેઠક, પાંચમા તબક્કાનું છઠ્ઠી મેએ (7 રાજ્યની 51 બેઠક), છઠ્ઠા તબક્કાનું 12મી મેએ (7 રાજ્યની 59 બેઠક) તથા સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન 19મી મેએ (8 રાજ્યની 59 બેઠકો) માટે યોજાયું હતું.
છેલ્લે બે લોકસભા ચૂંટણીની પેટર્ન જોતાં આ વખતે પણ સાત તબક્કામાં મતદાન થશે એવી શક્યતા છે, અને મતદાનની તારીખો પણ લગભગ 2019ની તારીખોની આસપાસની હોઈ શકે છે.
આ પણ વાંચોઃ નવા ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુના નામોની જાહેરાત
બપોર સુધીના તમામ મુખ્ય સમાચાર જૂઓ HD News ના વીડિયો ઉપર …
View this post on Instagram