ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

બનાસકાંઠામાં આ તારીખે લોક અદાલતનું આયોજન કરાયું

Text To Speech
  • પાલનપુર હેડ કવાર્ટર તથા તમામ તાલુકા કોર્ટ ખાતે લોક અદાલત થકી વિવિધ કેસોનું નિરાકરણ લવાશે

પાલનપુર, 4 ફેબ્રુઆરી : ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ આગામી તા.08 ના શનિવારે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પાલનપુર દ્વારા પાલનપુર હેડ કવાર્ટર તથા બનાસકાંઠા જિલ્લામાં આવેલ તમામ તાલુકા અદાલતોમાં ખાસ લોક અદાલતનું આયોજન કરાશે.

જિલ્લાના પક્ષકારોને જાણ કરવામાં આવે છે કે, ઉપરોકત સ્પેશ્યલ લોક અદાલતમાં તેઓ તેમના પેન્ડીંગ જૂના એમ.એ.સી.પી.કેસો, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ-૧૩૮નાં ચેક રીટર્નના કેસો, મેટ્રીમોનીયલ ડીમ્પ્યુટસ એટલે કે વૈવાહિક તકરારના કેસો તથા સીવીલ કેસો મૂકવા માંગતા હોય તો તેઓએ પાલનપુર ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુરનો તથા જે તે તાલુકા ખાતે કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલ તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

આ લોક અદાલતમાં જૂના એમ.એ.સી.પી.કેસો, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ-૧૩૮નાં ચેક રીટર્નના કેસો, મેટ્રીમોનીયલ ડીમ્પ્યુટસ એટલે કે વૈવાહિક તકરારના કેસો તથા સિવિલ કેસો મૂકવામાં આવનાર છે, જેની નોંધ લેવા જાહેર જનતાને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પાલનપુર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

આ પણ વાંચો :- ગુજરાતનો વીજ પુરવઠો વર્ષ 2020 અને 2024 વચ્ચે 28% વધ્યો

Back to top button