ગુજરાત

સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં અનુક્રમે 40 અને 20 રૂપિયાનો વધારો,

Text To Speech

પેટ્રોલ ડીઝલ અને શાકભાજીમાં થયેલા ભાવ વધારાનો માર જનતા ખમી જ રહી છે ત્યારે વધુ એક મોંઘવારીની થપાટ જનતાને લાગી છે. ખાદ્ય તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

સિંગતેલમાં ડબ્બા દીઠ 40 રૂ. અને કપાસિય તેલમાં 20 રૂ.નો વધારો કરવામાં આવ્યો છે.

કપાસિયા અને સિંગતેલમાં આ ભાવ વધારાનું કારણ નિકાસમાં થઈ રહેલો સતત વધારો છે. મગફળીની સીઝન શરૂ થયા પહેલા જ સીંગતેલ મોંઘુ થઈ ગયું છે. સિંગતેલનો ડબ્બાનો ભાવ 2720થી 2770 રૂ. સુધી પહોંચ્યો છે જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2600થી 2620 રૂ. આસપાસ પહોંચ્યો છે.

આપને જણાવી દઈએ કે દિવાળી દરમિયાન સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં મોટો ઘટાડો થયો હતો.સિંગતેલના ડબાના ભાવ 2270 થી 2350 સુધી પહોંચ્યા હતા. જ્યારે કપાસિયા તેલના ડબાનો ભાવ 2070 થી 2150 રૂપિયા થઈ ગયો હતો. તે બાદ સતત ભાવ વધારો કરવામાં આવતા છેલ્લા 6 મહિનામાં તેલ 2700ને પાર પહોંચી ગયું છે. જેથી સ્પષ્ટ રીતે જાણી શકાય છે ડબ્બે 500 રૂપિયા સીંગતેલનો ભાવ વધી ગયો છે.

દેશમાં તેલની કિંમતો આંતરરાષ્ટ્રીય બજારની માર્કેટ કેપ નિર્ભર પર રહે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ વધારા માટે સૌથી મોટું જવાબદાર ચીન છે. ચીન મોંઢે માંગેલી કોઈ પણ કિંમતે તેલ ખરીદવા તૈયાર છે તેના કારણે ભાવમાં વધારો થવાનું તારણ આપવામાં આવે છે. વિદેશમાં સિંગદાણાની ડિમાન્ડ વધતા ભાવમાં વધારો થઈ રહ્યો છે. સિંગતેલ અને કપાસિયા તેલની સાથે સાથે મકાઈ, પામતેલના ભાવોમાં પણ વધારો પણ સમયે સમયે થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, એક તરફ બારમાસી સિઝન શરૂ થઈ ગઈ છે. અને મસાલા, ઘઉંના ભાવો પણ વધી રહ્યાં છે. તેમાં ખાદ્યતેલના ભાવવધારો શરૂ થતાં લોકોના બજેટ પર અસર થઈ રહી છે.

Back to top button