નેશનલ

બાગેશ્વર બાબાના કાર્યક્રમમાં ચોરી, 4 લાખ 87 હજારના દાગીના ગાયબ થતા ફરિયાદ

Text To Speech

બાગેશ્વર ધામ સરકાર તરીકે પ્રખ્યાત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છેલ્લા ઘણા સમયથી ખૂબ ચર્ચામાં છે. અને તેમના દરબારમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય છે. ત્યારે આ ભીડમાં ચોરીની ઘટના પણ સામે આવી રહી છે. ગઈ કાલે મુબઈના મીરા રોડ પર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જ્યા મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ હતી જેમાં મહિલાઓ પણ સામેલ હતી. ત્યારે આ કાર્યક્રમ દરમિયાન મહિલાઓના લગભગ 4 લાખ 87 હજાર રુપિયાના દાગીનાની ચોરી થઈ હતી.

50 થી 60 લોકોનું ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યું

ગઈ કાલે મુંબઈના મીરા રોડ વિસ્તારમાં બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દિવ્ય દરબાર લગાવવામા આવ્યો હતો. આ દરબારમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના લાખો અનુયાયીઓ તેમને સાંભળવા આવ્યા હતા. આ કાર્યક્રમ બાદ લગભગ 50 થી 60 લોકોનું ટોળું મીરા રોડ પોલીસ સ્ટેશન પહોંચ્યું.

બાગેશ્વર ધામ-humdekhengenews

મંગળસૂત્ર અને ગળાની ચેઈનની ચોરીની ફરિયાદ

પોલીસ સ્ટેશન પહોંચેલા લોકોમાં મોટા ભાગની મહિલાઓ હતી. આ મહિલાઓનો આરોપ હતો કે કાર્યક્રમ દરમિયાન મંગળસૂત્ર ઉપરાંત તેમના ગળામાંથી સોનાની ચેઈન પણ ચોરાઈ હતી. સ્થાનિક પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ અત્યાર સુધીમાં 36 મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં મંગળસૂત્ર અને ગળાની ચેઈનની ચોરીની ફરિયાદ નોંધાવી છે.

આટલી કિંમતના દાગીનાની ચોરી

આ મહિલાઓએ આપેલી માહિતી અનુસાર પોલીસે સોનાના દાગીનાની કુલ કિંમત 4,87,000 રૂપિયા આંકી છે. મહિલાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ ચોરીની ઘટનાથી મહિલાઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : BBC ડોક્યુમેન્ટ્રી વિવાદ : દિલ્હી યુનિવર્સિટીમાં સ્ક્રીનિંગમાં સામેલ 2 વિદ્યાર્થીઓ પર 1 વર્ષનો પ્રતિબંધ

Back to top button