ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં હાડથીજવતી ઠંડી, જાણો કયુ શહેર ઠુંઠવાયુ

Text To Speech
  • અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન રહ્યું
  • કેશોદમાં 12 ડિગ્રી અને રાજકોટમાં 14 ડિગ્રી તાપમાન
  • રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી

ગુજરાતમાં હાડથીજવતી ઠંડી પડવાની શરૂઆત થઇ ગઇ છે. જેમાં નલિયા શહેર 8 ડિગ્રી તાપમાન સાથે ઠુંઠવાયુ છે. તેમજ ડિસામાં 13 અને પાટનગર ગાંધીનગરમાં 14 ડિગ્રી સાથે કંડલા અને ભુજમાં નોંધાયુ 12 ડિગ્રી તાપમાન રહ્યું છે. કેશોદમાં પણ 12 ડિગ્રી અને રાજકોટમાં 14 ડિગ્રી તાપમાન રહ્યું છે.

વરસાદની કોઈ સંભાવના નથી

રાજ્યના હવામાન વિભાગે કહ્યું કે ડિસેમ્બર મહિનામાં તાપમાન વધુ રહેવાને કારણે ઠંડી ઓછી પડી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ અસર થઈ છે. પરંતુ હવે જાન્યુઆરીમાં ઠંડીનો ચમકારો વધી શકે છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં તાપમાન સામાન્ય રહેશે અને વરસાદની કોઈ સંભાવના નથી. હવે રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળશે. રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો અનુભવાયો છે.

અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન રહ્યું

પોરબંદર, સુરેન્દ્રનગર અને મહુવામાં પણ 14 ડિગ્રી તથા અમરેલીમાં 15 અને અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન રહ્યું છે. ગુજરાતમાં ઉતર પૂર્વ-પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે અને આગામી 5 દિવસ વાતાવરણ સૂકુ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે. સાથે જ આગામી 5 દિવસ તાપમાન પણ યથાવત રહેશે. બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. એક વખત પણ કોલ્ડવેવની આગાહી આવી નથી અને તાપમાન પણ સામાન્યથી ઉપર રહ્યું છે.

Back to top button