કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

દેવાયત ખવડની મુશ્કેલીઓ વધી, હવે પોલીસને હાથે લાગ્યા રેકીના CCTV ફૂટેજ

Text To Speech

રાજકોટમાં મારામારીના ગુનામાં લોક કલાકાર દેવાયત ખડવ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. A ડિવિઝન પોલિસે કાવતરાની કલમ ઉમેરવા કોર્ટ સમક્ષ રજૂઆત કરી છે. જેમાં કાવતરું રચીને દેવાયત ખવડ અને તેના સાગરીતોએ મયુરસિંહ પર હુમલો કર્યાનો ઉલ્લેખ કરાયો છે. આ કેસની તપાસ દરમિયાન પોલીસે પોલિસને મયુરસિંહની ઓફિસ પાસેથી રેકી કર્યાના CCTV ફૂટેજ મળી આવ્યા છે. દેવાયત સહિત તેના ત્રણ સાગરીતને પણ રિમાન્ડ બાદ જેલ હવાલે કરવામાં આવ્યા છે.

દેવાયત ખવડ-hum dekhenge news
દેવાયત ખવડ

 આ પણ વાંચો: કોરોનાથી પણ ઘાતક બની રહ્યો છે આ રોગ, રાજ્યના 10 જિલ્લામાં 500થી વધુ કેસ

પોલીસના હાથે લાગ્યા CCTV ફૂટેજ

રાજકોટમાં મયુરસિંહ પર હુમલો કરવાના કેસમાં હવે દેવાયતનું જેલ બહાર નિકળવું મુશ્કેલ બન્યુ છે મળતી માહિતી મુજબ A ડિવિઝન પોલિસે કાવતરાની કલમ ઉમેરવા કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં કાવતરું રચીને દેવાયત ખવડ અને તેના અન્ય સાગરીતોએ ભેગા થઈને મયુરસિંહ પર હુમલો કર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે આ કેસમાં પોલીસને તપાસ દરમિયાન મયુરસિંહની ઓફિસ પાસેથી રેકી કર્યાના CCTV ફૂટેજ મળી આવ્યા છે. જેને લઈને હવે દેવાયત સાથે તેના સાગરીતોને કેસમાં રિમાન્ડ બાદ જેલ હવાલે કરાયા છે.

દેવાયત ખવડ-hum dekhenge news
દેવાયત ખવડ

શું હતી સમગ્ર ઘટના?

દેવાયત ખવડ અને તેના સાગરીતોએ થોડા દિવસ અગાઉ મયુરસિંહ નામના યુવક પર જાનલેવા હુમલો કર્યો હતો. જે બાદ ઘણા સમય સુધી પોલિસના ગુનો નોંધાયા બાદ દેવાયત અંડરગ્રાઉન્ડ થઈ જતા તેની શોધખોડ હાથ ધરવામાં આવી હતી. જે બાદ થોડા સમય પછી તે તેની જાતે પોલીસ સમક્ષ ઉપસ્થિત થયો હતો.

Back to top button