ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022

બનાસકાંઠા : વહીવટીતંત્ર દ્વારા દિવ્યાંગ મતદાન મથક ઉભું કરાયું, વ્હીલચેર, ગાડી અને સહાયકની કરાઈ ખાસ વ્યવસ્થા

Text To Speech
  • દિવ્યાંગ મતદારોએ મતદાનમાં અદમ્ય ઉત્સાહ સાથે કર્યું મતદાન

પાલનપુર : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 અંતર્ગત તા. 5 મી ડિસેમ્બરના રોજ મતદાન યોજાયું હતું. બનાસકાંઠા જિલ્લામાં કુલ-9 વિધાનસભા મતવિસ્તારોમાં 2613 મતદાન મથકો યોજાયેલા મતદાનમાં યુવા મતદારો સાથે વયોવૃદ્ધ, સિનિયર સીટીઝન અને દિવ્યાંગ મતદારોએ ભારે ઉત્સાહ દાખવ્યો હતો.

મતદાન -humdekhengenews

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આનંદ પટેલના સૂચન અને માર્ગદર્શન હેઠળ દરેક વિધાનસભા મતવિસ્તારમાં 1-દિવ્યાંગજન સંચાલિત મતદાન મથક ઉભું કરવામાં આવ્યું હતું. જેમાં દિવ્યાંગ કર્મચારીઓ એ ચૂંટણી પ્રક્રિયાની ફરજ નિભાવી હતી. વહીવટીતંત્ર દ્વારા દિવ્યાંગ મતદારો માટે સુચારુ આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી હતી.

મતદાન -humdekhengenews

જેના ભાગરૂપે દિવ્યાંગજન મતદાન મથકે દિવ્યાંગ મતદારોને મતદાન મથકે લાવવા લઈ જવા માટે તંત્ર દ્વારા વ્હીલચેર, ગાડી અને સહાયકની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. તંત્રની વ્યવસ્થાઓ અને સુવિધાઓથી સંતુષ્ટ દિવ્યાંગ મતદારોએ પણ ઉત્સાહપૂવર્ક મતદાન કરી લોકોને મતદાનની અપીલ કરી હતી.

આ પણ વાંચો : પીઠી ચોળી મતદાન કરવા પહોંચી કન્યા, મતદારોને પ્રથમ મતદાન કરવા કરી અપીલ

Back to top button