ટ્રેન્ડિંગમનોરંજન

તારીખ પે તારીખ: આ ફિલ્મની રિલીઝ ડેટ એક નહીં પરંતુ 8 વખત થઈ ચેન્જ; જાણો શું છે કારણ

સુપરસ્ટાર અજય દેવગણ ટુક સમયમાં તેમની નવી ફિલ્મ મેદાનમાં જોવા મળશે. અજય દેવગણની આગામી મૂવી “મેદાન” ટુક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. જોકે, આ પહેલા આ મૂવીએ એક નવો જ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ મૂવી પ્રતિદિવસ પાછળ ધકેલવાનો રેકોર્ડ પોતાના નામે કરી રહી છે. અજય દેવગણની મૂવી મેદાનને 8 વખત રિલીઝ ડેટ મળી છે પરંતુ અત્યાર સુધી તે રિલીઝ થઈ શકી નથી. 8 વખત મેદાન મૂવીને રિલીઝ કરવાની ડેટ જાહેર કરવા છતાં તે ફિલ્મ થિયેટરો સુધી પહોંચી શકી નથી. તેવામાં મેદાન મૂવીએ સની દેઓલનો ડાયલોગ તારીખ પે તારીખ યાદ કરાવી દીધો છે.

“મેદાન” હવે 23 જુને રિલીઝ નહી થાય

અજય દેવગણની નવી મૂવી,”મેદાન” હવે 23 જુને રિલીઝ નહી થાય. જાણકારી મુજબ આ ફિલ્મ 23 જૂન 2023 ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની હતી પરંતુ ફરીથી મુલતવી રાખવામાં આવી હતી. આ મૂવી એક હિન્દી-ભાષાની બાયોગ્રાફિકલ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે.

ભારતીય ફૂટબોલના સુવર્ણ યુગ પર આધારિત

મેદાનએ અમિત શર્મા દ્વારા દિગ્દર્શિત અને બોની કપૂર, આકાશ ચાવલા, અરુણાવ જોય સેનગુપ્તા અને ઝી સ્ટુડિયો દ્વારા નિર્મિત કરાઈ છે. ભારતીય ફૂટબોલના સુવર્ણ યુગ (1952-1962) પર આધારિત, તેમાં પ્રિયમણી, રુદ્રનીલ ઘોષ અને ગજરાજ રાવ સાથે ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમ તરીકે અજય દેવગણ અભિનય કરે છે. સંગીત એ.આર. રહેમાને આપ્યું છે.

આ કારણોથી નહી થાય મૂવી રિલીઝ

એક વાર ફરી ફિલ્મ નક્કી કરાયેલી રિલીઝ’ ડેટ 23 જુનથી ચેન્જ કરવામાં આવી છે. ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારવાના કારણમાં કેહવામાં આવ્યું કે,’ જૂન મહિનામાં અનેક મોટી ફિલ્મ જેમ કે પ્રભાસની “આદિપૂરુષ” પણ 16 જૂને રિલીઝ થવાની છે. ત્યાર બાદ કાર્તિક આર્યન અને કિયારાની “સત્યપ્રેમ કી કથા” જે 29 જૂને રિલીઝ થશે. તેવામાં અજય પોતાની ફિલ્મ “મેદાન”ની 23 જૂનની રિલીઝ્ને આગળ વધારી શકે છે.

કયારે થશે મૂવી રિલીઝ 

આ ફિલ્મનો એક પણ સોંગ હાલ સુધી રિલીઝ કરવામાં આવ્યું નથી. તેવામાં 23 જૂને ફિલ્મ રિલીઝ થાય એવી સંભાવના નથી લાગતી. આ ફિલ્મની રિલીઝ ડેટ આની પહેલા પણ 8 વખત ચેન્જ કરવામાં આવી છે. આવીજોકે, એક વખત ફરીથી મેદાન ફિલ્મને રિલીઝ કરવાની ડેટ જાહેર કરવામાં આવી છે. આ વખતે ફિલ્મ રિલીઝ કરવામાં અજયને સફળતા મળે છે કે નિષ્ફળતા તે તો આગામી સમય જ બતાવશે.

આ તારીખે મેદાન થવાની હતી રિલીઝ 

અગાઉ આ ફિલ્મ રિલીઝની તારીખો 27 નવેમ્બર 2020, 11 ડિસેમ્બર 2020, 13 ઓગષ્ટ 2021 ,15 ઓક્ટોબર 2021 , ૩ જૂન 2022, 17 ફેબ્રુઆરી 2023, 12 મે 2023, 23 જૂન 2023 હતી અને 23 જૂન હાલ માટે ચેન્જ કરવામાં આવી છે .

આ પણ વાંચો :સારા અલી ખાન અને વિકી કૌશલની નવી મૂવી ઝરા હટકે જરા બચકે 2 તારીખે થશે રિલીઝ, પ્રમોશનની જોવો આ તસ્વીરો

Back to top button