ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : પરમાત્મામાં અનુરક્તિ અને સંસારથી વિરક્તિ થાય તો બ્રહ્મની અનુભૂતિ થાય : ડો. ગાર્ગી પંડિત

Text To Speech
  • પાલનપુરમાં દિવ્ય ભાગવત જ્ઞાનયજ્ઞ નો શુભારંભ

પાલનપુર : પાલનપુર આબુરોડ હાઇવે ઉપર ગજાનંદ મોટર્સની સામે આવેલા આનંદધામ ખાતે ભગવાન શ્રીકૃષ્ણના શબ્દ દેહ સ્વરુપ શ્રીમદ્ ભાગવતજીની દિવ્ય કથાનો શુભારંભ થયો છે. પ્રકૃતિના રમણીય વાતાવરણમાં જાણીતા વિદુષી ડૉ.ગાર્ગી પંડિત ના શ્રીમુખેથી ભાગવતની જ્ઞાનગંગાની સરવાણી 7 દિવસ સુધી અવિરત વહેવાની છે. જેનો શુભારંભ જાણીતા વિદ્વાન કિશોર શાસ્ત્રીના વરદ હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો.

પાલનપુરના જાણીતા સંત પૂજ્ય કલ્યાણાનંદગિરીજી મહારાજના શિષ્ય પૂ.શ્રી રાજેન્દ્રાનંદ ગિરીજી મહારાજની પ્રેરણાથી આત્મ કલ્યાણની કામનાથી યોજાઇ રહેલા રહેલ આ કથામાં પાલનપુર ઉપરાંત જિલ્લાભરમાંથી વિદ્વાનો, સાધુઓ ,સંતો- મહંતોના દર્શન સાંનિધ્યનો પણ લાભ પ્રાપ્ત થશે. શ્રીમદ્ ભાગવત કથા 17 ઓકટોબર સુધી રોજ સાંજે 3.00 થી 6.00 સુધી ચાલશે જેનો લાભ લેવા ભક્ત જનો – ધર્મ પ્રેમીઓ ₹ને આનંદ ધામ પરિવાર દ્વારા અનુરોધ કરાયો છે.

પાલનપુર-humdekhengenews
ડો. ગાર્ગી પંડિત

કથામાં જાણીતા ડોકટર ગિરધર પટેલ , ભાજપ ના આગેવાનો અમૃતભાઈ દેસાઈ, મેરૂજી ધુંખ, પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેસા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેતલબેન રાવલ , જાણીતા એડવોકેટ ગંગારામ પોપટ , હિના ઠક્કર , કથાકાર યશવંત શાસ્ત્રી, સ્વામી વિધાનંદજી સહિત મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : નેવીનું MiG-29 ગોવા પાસે ક્રેશ, પાયલોટે દરિયામાં કૂદીને બચાવ્યો જીવ

શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ લાખણી ના અગ્રણીઓ સુરેશભાઈ જોશી , શ્રવણભાઈ દવે , બિપિન દવે વગેરેએ બનાસકાંઠાના આંગણે પધારેલ વિદુષી ડો. ગાર્ગી પંડિતનું સ્વાગત સન્માન કર્યું હતું.
કથામાં ભાગવતજીના માહાત્મ્ય ની કથા કહેતા ડો. ગાર્ગી પંડિતે જણાવ્યું કે, પરમાત્મામાં અનુરક્તિ અને સંસારથી વિરક્તિ થાય તો બ્રહ્મની અનુભૂતિ થાય છે. આનંદ ધામ ખાતે શ્રોતાઓ માટે ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરાઇ છે₹ તેમજ શહેરમાંથી આવનાર લોકોને મૂકવા માટે વાહન વ્યવસ્થા પણ કરાઈ છે.

Back to top button