ગુજરાતટોપ ન્યૂઝ

મુખ્યમંત્રીની હાજરીમાં વાલ્મીકી સમાજ દ્વારા અનોખી સાડી સાબરમતી માતાને અર્પણ કરાઇ

Text To Speech

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ જનમતથી વિજય થવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા 125 મીટર સાડી સાબરમતી માતાને અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે દરેક સમાજને આગળ લાવવા માટે ભારતીય જનતા પાર્ટીની હર હંમેશ કાર્યરત છે.

આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીના 71 મા દીક્ષાંત સમારોહમાં શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે કહી ખાસ વાત 

125 મીટર સાડી સાબરમતી માતાને અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો

ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ જનમતથી વિજય થવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા 125 મીટર સાડી સાબરમતી માતાને અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જનતાએ જે વિશ્વાસ અને પ્રેમ ચૂંટણીમાં દેખાડ્યો છે તેનો અમે ઋણ સ્વીકાર કરીએ છીએ. એટલું જ નહિ ‘સૌનો સાથ , સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ’ ના મંત્રએ આ સિદ્ધ કરી દેખાડ્યું છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતુ.

આ પણ વાંચો: ગુજરાતની જાણીતી ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓનું રેગિંગ

અસારવા વિધાનસભાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા ઉપસ્થિત

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, દરેક સમાજને આગળ લાવવા માટે ભારતીય જનતા પાર્ટીની હર હંમેશ કાર્યરત છે. આ કાર્યક્રમનું આયોજન તુ હી નામ સેવા સમિતિ, જય હો સંતવાણી ગ્રુપ, મહર્ષિ વાલ્મિકી આશ્રમ અને સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ અવસરે અસારવા વિધાનસભાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, રાજવી કુટુંબના વડીલ મુરબ્બીઓ, સંતગણો તેમજ વાલ્મિકી સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button