ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય તેવી શક્યતાઃ રાજ્ય ચૂંટણીપંચે બોલાવી પ્રેસ કોન્ફરન્સ


ગાંધીનગર, 21 જાન્યુઆરી : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થાય તેવા એંધાણ વર્તાય રહ્યા છે. આજે સાંજે 4.30 કલાકે રાજ્ય ચૂંટણીપંચે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. જેમાં આ ચૂંટણીની તારીખો જાહેર થવાની શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની લોકો અને રાજકીય પક્ષોના નેતાઓ કાગડોળે રાહ જોઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અટકેલી પાલિકા અને પંચાયતો પર લાંબા સમયથી લંબાઇ રહેલી ચૂંટણીઓની તારીખ આજે જાહેર થવાની શક્યતા છે. સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ 13 કે 14 ફેબ્રુઆરીના રોજ મતદાન અને 16 ફેબ્રુઆરીના દિવસે પરિણામો આવવાની શક્યતા છે.