ઉત્તર ગુજરાતગુજરાત

અરવલ્લી જિલ્લાના માલપુરમાં દેશી દારુ રસ્તા પરથી મળી આવતા સ્થાનિક પોલીસ પર સવાલ

Text To Speech

ગુજરાતમાં દારુબંધીની વાતો વચ્ચે અનેજ જગ્યાએ દારૂની હાટડીયો ધમધમી રહેલી જોવા મળી રહી છે. ખુલ્લેઆમ દારુનું વેચાણ થઇ રહ્યું છે ત્યારે પોલીસ જાણે આંખ આડા કાન કરીને બેસી રહી હોય તેમ લાગી રહ્યું છે. આજે અરવલ્લીના માલપુરમાં દેશી દારુના અડ્ડા ધમધમી રહ્યા હોવાની માહિતી મળી રહી છે. જેથી ગુજરાતમાં કથિત બોટાદ લઠ્ઠાકાડ થયા બાદ જાણે પોલીસે પોલીસ વધુ એક આવી ઘટનાની રાહ જોઇ રહી હોય તેમ આવા દારુના વેપલા પર કોઇ કાર્યવાહી કરી રહી ન હોય તેવા સવાલો ઉભા થાય છે.

માલપુર દારુ-humdekhengenews

રસ્તા પર દેશી દારુની પોટલીઓ

અરવલ્લીના માલપુરમાં દેશી દારુની પોટલીઓ જાહેર રસ્તા પરથી મળી આવી છે. જેથી ખુલ્લેઆમ દારુનો વેપાર થતો હોય અને પાલીસને કાનોકાન ખબર પણ ન હોય તે સૌ કોઇને નવાઈ લાગે છે. જેથી આમાં પોલીસની રહેમ નજર હેઠળ દારુનો વેપાર થતો હોવાની લોકચર્ચા થઇ રહી છે.ખુલ્લેઆમ દારુની પોટલીઓ પડી રહેતી હોય ત્યારે પોલીસ તંત્રની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થાય છે.

સ્થાનિક પોલીસ પર સવાલો

ગુજરાતમાં દારુ બંધીની વાતો વચ્ચે માલપુરમાં રસ્તા પર દારુની પોટલીઓ મળી આવી છે. ગુજરાતમાં દારુના કારણે અગાઉ અનેક લઠ્ઠાકાંડની ઘટનાઓ સામે આવી છે. જેમાં ખરાબ દારુ પીવાથી કેટલાય લોકોના મોત નિપજ્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે આ મામલે હવે પોલીસતંત્ર શુ કાર્યવાહી કરશે.

અગાઉ ભાજપ નેતા દારુ પ્રકરણમાં ઝડપાયા હતા

અત્રે ઉલ્લેખનીય છે કે અરવલ્લીના માલપુરમાં અગાઉ અનેક વાર સ્થાનિક લોકો દ્વારા દારુ ઝડપવામાં આવ્યો છે. મતદાન પહેલા અરવલ્લીમાં જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ દારૂની હેરાફેરી કરતા ઝડપાયા. સ્થાનિક લોકોએ ગાડીમાં દારુ હોવાની શંકાને આધારે ગાડીને રોકી દારુ ઝડપ્યો હતો જેનો વીડિયો ખુબ વાયરલ પણ થયો હતો.

આ પણ વાંચો :મોરબીમાં કેશિયર પાસેથી અજાણ્યા શખ્શો રૂ. 29 લાખની લૂંટ કરી ફરાર, પોલીસે શરૂ કરી તપાસ

Back to top button