ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મોટા સમાચાર

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે. જેમાં આગામી વર્ષે ચૂંટણી યોજાઈ શકે છે. ચૂંટણીને પગલે સરકાર તરફથી મહત્વપૂર્ણ પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે. રાજ્યના 15 જિલ્લાઓની 83 તાલુકા પંચાયત બેઠકો માટે અનામતની પ્રાથમિક યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી મુજબ વિવિધ તાલુકાઓમાં મહિલાઓ, અનુ.જાતિ (SC), અનુ.વર્ગ (ST) અને અન્ય પછાત વર્ગો (OBC) માટે બેઠકોની ફાળવણી કરવામાં આવી છે.

ભરૂચ, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના જિલ્લા પંચાયત માટે પણ અનામત બેઠકોની સુધારેલી યાદી જાહેર કરવામાં આવી છે. દરેક જિલ્લામાં વસ્તીગણતરી અને આરક્ષણના નિયમોના આધારે બેઠકવારી ફેરફાર કરાયા છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં કુલ 27 ટકા OBC અનામત યથાવત રાખી અનામતની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ આરક્ષણ સાથે SC-ST અનામતનો પણ સમતોલ સમાવેશ કરવામાં આવ્યો છે.

ચૂંટણી પંચના સૂત્રો અનુસાર, આરક્ષણ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી મહિનાઓમાં વોર્ડની મર્યાદા નિશ્ચિત કરવાની કાર્યવાહી હાથ ધરાશે. જો તમામ પ્રક્રિયાઓ સમયસર પૂર્ણ થશે તો આવતા વર્ષે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની પૂરી શક્યતા છે.

Back to top button