ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

લાલકૃષ્ણ અડવાણી દિલ્હી AIIMSમાં દાખલ, કેવી છે પૂર્વ નાયબ વડાપ્રધાનની તબિયત?

Text To Speech
  • લાલકૃષ્ણ અડવાણીનું સમય-સમય પર ઘરે ચેક-અપ કરવામાં આવે છે

નવી દિલ્હી, 27 જૂન: ભાજપના વરિષ્ઠ નેતા અને દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને બુધવારે રાત્રે દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પરિવારના જણાવ્યા અનુસાર, અડવાણીને વૃદ્ધાવસ્થા સંબંધિત સમસ્યાઓના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સ્થિતિ સ્થિર છે. અડવાણીને જેરીયાટ્રીક વિભાગના ડોક્ટરની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

હકીકતમાં, 96 વર્ષીય લાલકૃષ્ણ અડવાણી વય-સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, તેથી સમય-સમય પર તેમનું ઘરે ચેક-અપ કરવામાં આવે છે. પરંતુ બુધવરે રાત્રે તેમને થોડી સમસ્યા થઈ, જેના પછી તરત જ તેમને એઈમ્સમાં લઈ જવામાં આવ્યા.

જે.પી. નડ્ડાએ જયંત અને પ્રતિભા અડવાણી સાથે ફોન પર વાત કરી હતી

આજે ગુરુવારે સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાએ એઈમ્સના ડાયરેક્ટર એમ શ્રીનિવાસ સાથે ફોન પર વાત કરી અને અડવાણીના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી. તેમણે અડવાણીના પુત્ર જયંત અને પુત્રી પ્રતિભા સાથે પણ ફોન પર વાત કરી હતી.

અડવાણીને આ વર્ષે ભારત રત્ન આપવામાં આવ્યો

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે 30 માર્ચે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન એનાયત કરવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, આ માત્ર તેમના માટે જ નહીં, પરંતુ તેમના આદર્શો અને સિદ્ધાંતો માટે પણ સન્માન છે. અગાઉ વર્ષ 2015માં અડવાણીને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

આ પણ જુઓ: સામ પિત્રોડાની ફરીથી ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ તરીકે નિયુક્ત

Back to top button