ઉત્તર ગુજરાતના નાના ગામડાઓમાં જોવા મળ્યું બમ્પર મતદાન, જાણો જિલ્લાવાર આંકડા
આજે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન યોજાશે. મતદાનનો સમય સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીનો રહેશે. આજે બનાસકાંઠાની 9, પાટણની 4, મહેસાણાની 7, સાબરકાંઠાની 4, અરવલ્લીની 3, ગાંધીનગરની 5 બેઠકો પર મતદાન કરવામાં આવશે.
Live Update :
બનાસકાંઠાની 9 બેઠકો માટે અંદાજીત 65.65 ટકા મતદાન નોધાયું છે અને આ સાથે જ મતદાન પ્રક્રિયા પણ સમાપ્ત થઈ છે. જેમાં થરાદમાં 78.02 ટકા સાથે સૌથી વધુ અને વડાગામમાં 60.17 ટકા સાથે સૌથી ઓછું મતદાન નોધાયું છે.
બીજા તબક્કાની મતદાન પ્રક્રિયા થઈ પૂર્ણ. જેમાં 5 વાગ્યા સુધીમાં અંદાજીત ગુજરાતની 93 બેઠકો માટે કુલ 58.80 ટકા મતદાન થયું છે. જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછું પાટણમાં 57.28 ટકા મતદાન અને સાબરકાંઠા જીલ્લામાં 65.84 ટકા સાથે સૌથી વધુ મતદાન નોધાયું છે.
- બનાસકાંઠા 65.65
- પાટણ 57.28
- મહેસાણા 61.01
- સાબરકાંઠા 65.84
- અરવલ્લી 60.18
- ગાંધીનગર 59.14
બનાસકાંઠાની 9 બેઠકો પર સવારથી શરુ કરી બપોરના 3 વાગ્યા સુધીના મતદાનના આંકડા.
બનાસકાંઠાની 9 બેઠકો માટે મતદાન પ્રક્રિયા શરુ થાય બાદ 3 કલાકના મતદાનના આંકડા જોતા પાલનપુર વિસ્તારમાં સૌથી ઓછું 48.64 ટકા અને થરાદમાં સૌથી વધુ 66.39 ટકા મતદાન નોધાયું છે.
બીજા તબક્કામાં 3 વાગ્યા સુધીમાં ગુજરાતની 93 બેઠકો પર 50.51 ટકા મતદાન નોધાયું છે. સૌથી વધુ સાબરકાંઠામાં 57.23 ટકા મતદાન અને સૌથી ઓછું પાટણ જિલ્લામાં 50.97 ટકા મતદાન નોંધાયું છે.
- બનાસકાંઠા 55.52
- પાટણ 50.97
- મહેસાણા 51.33
- સાબરકાંઠા 57.23
- અરવલ્લી 54.19
- ગાંધીનગર 52.05
પાલનપુર વિધાન સભા બેઠકના કૉંગ્રેસના ઉમેદવાર મહેશ પટેલે બેચરપુરા પ્રાથમિક શાળામાં પોતાનું મતદાન કર્યું હતું.
બનાસકાંઠાની 9 બેઠકો પર સવારથી શરુ કરી બપોરના 1 વાગ્યા સુધીના મતદાનના આંકડા.
બનાસકાંઠાની 9 બેઠકો માટે મતદાન પ્રક્રિયા શરુ થાય બાદ 1 કલાકના મતદાનના આંકડા જોતા વાવ વિસ્તારમાં સૌથી ઓછું 31.50 ટકા અને થરાદમાં સૌથી વધુ 45.98 ટકા મતદાન નોધાયું છે.
પ્રારંભિક 1 વાગ્યા સુધીમાં 34.74 ટકા જેટલું સરેરાશ મતદાન નોંધાય. જેમાં ઉત્તર ગુજરાતના પાટણમાં સૌથી ઓછું 34.74 ટકા અને સૌથી વધુ સાબરકાંઠામાં 39.73 ટકા નોધાયું છે.
- બનાસકાંઠા 37.48
- પાટણ 34.74
- મહેસાણા 35.35
- સાબરકાંઠા 39.73
- અરવલ્લી 37.12
- ગાંધીનગર 36.49
પાટણના ભાજપના ઉમેદવાર ડો. રાજુલ દેસાઈ એ પોતાનું મતદાન કર્યું હતું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીસરકારના મુખ્ય સચિવ પંકજ કુમારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મત આપ્યો
પૂર્વ ઉપપ્રમુખ નીતિન પટેલે મહેસાણા ખાતે કર્યું મતદાન.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ રાયસણ ખાતે નાના ભાઈ પંકજ મોદી સાથે કર્યું મતદાન.
Prime Minister Narendra Modi's mother Heeraben Modi casts her vote for the second phase of #GujaratAssemblyPolls in Raysan Primary School, Gandhinagar pic.twitter.com/ZfWcBXWCfI
— ANI (@ANI) December 5, 2022
વિધાનસભામાં વિપક્ષના નેતા સુખરામભાઈ રાઠવાએ પોતાના ગામ જામલી(મુ) ખાતે પ્રાથમિક શાળામાં પરિવાર સાથે મતદાન કર્યું.
સવારે 11 વાગ્યા સુધીના ઉત્તર ગુજરાતના મતદાન આંકડા (ECI તરફથી) જાહેર
બીજા તબક્કાના મતદાનમાં 11 વાગ્યા સુધીમાં ઉત્તર ગુજરાતમાં પાટણમાં સૌથી ઓછું 18.18 ટકા અને સાબરકાંઠામાં સૌથી વધુ 22.18 ટકા મતદાન નોધાયું છે.
- બનાસકાંઠા 21.03
- પાટણ 18.18
- મહેસાણા 20.66
- સાબરકાંઠા 22.18
- અરવલ્લી 20.83
- ગાંધીનગર 20.39
બનાસકાંઠા ના થરાદમાં વહેલી સવારે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત એ મતદાન કરી મતદારોને અવશ્ય મતદાન કરવા અપીલ કરી હતી.
પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કોંગ્રેસના ઉમેદવાર કાંતિ ખરાડીને વધુ સુરક્ષા આપવા ચૂંટણીપંચનો આદેશ. કાલે રાતે દોઢેક વાગ્યે કોંગ્રેસનુ એક ડેલિગેશન ECIના ગુજરાત સ્થિત મુખ્ય નિર્વાચન અધિકારી- CEOને મળ્યુ હતુ.
ડીસા ભાજપ ના ઉમેદવાર પ્રવીણ માળી એ ઝવેરીનગર પ્રાથમિક શાળામાં પોતાનું મતદાન કર્યું હતું.
થરાદના ભાજપના ઉમેદવાર શંકરભાઈ ચૌધરીએ રાધનપુર મત વિભાગના પોતાના વતન વડનગરમાં પોતાનું મતદાન કર્યું હતું
પાલનપુર ભાજપના ઉમદવાર અનિકેત ઠાકર એ મતદાન કર્યું હતું
બનાસકાંઠાની 9 બેઠકો પર માટે મતદાન પ્રક્રિયા શરુ. ડીસામાં થરાદમાં 7.13 ટકા સાથે સૌથી વધુ મતદાન થયું છે. જયારે ડીસામાં 3.70 ટકા મતદાન થયું છે.
- કાંકરેજ ભાજપના ઉમેદવાર કીર્તિસિંહ વાઘેલાએ કર્યુ મતદાન
- થરાદ ભાજપના ઉમેદવાર શંકરભાઈ ચૌધરીએ કર્યુ મતદાન
સાબરકાંઠાના હિમતનગરના ગામડીમાં 8 વાગ્યાને બદલે 8.55ને મતદાન શરુ. EVMમાં એરર આવતા EVM બદલાયું. મોડુ મતદાન શરૂ થતા ગ્રામજનોમાં રોષ.
- વિસનગર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કરાયું મતદાન.
- સામાન્ય મતદાર ની જેમ લાઈન માં ઊભા રહી મતદાન કર્યું
- લોકશાહી ના પર્વમાં વધુમાં વધુ મતદાન કરવા ઋષિકેશ પટેલે કરી અપીલ.
ઉત્તર ગુજરાતના દરેક જીલ્લાની મતદાનના પ્રથમ કલાકની તમામ અપડેટ
- બનાસકાંઠા 5.36
- પાટણ 4.33
- મહેસાણા 5.44
- સાબરકાંઠા 5.26
- અરવલ્લી 4.99
- ગાંધીનગર 7.05
બનાસકાંઠા :દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી પર રાત્રે હુમલો, જીવ બચાવવા જંગલમાં દોડ્યા
- બનાસકાંઠા જિલ્લો : બેઠકોના નામ : વાવ, થરાદ, ધાનેરા, દાંતા (ST), વડગામ (SC), પાલનપુર, ડીસા, દિયોદર, કાંકરેજ
- પાટણ જિલ્લો : બેઠકોના નામ : રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર
- મહેસાણા જિલ્લો : બેઠકો : ખેરાલુ, ઉંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા, વિજાપુર
- સાબરકાંઠા જિલ્લો : બેઠકોના નામ : હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા (ST), પ્રાંતિજ
- અરવલ્લી જિલ્લો : બેઠકોના નામ : ભિલોડા (ST), મોડાસા, બાયડ
- ગાંધીનગર જિલ્લો : બેઠકો: દહેગામ, ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉત્તર, માણસા, કલોલ
આ પણ વાંચો : 93 બેઠકોમાંથી હાઈપ્રોફાઈલ અને અટપટી બેઠક વિષે જાણો