ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

બિપરજોય ઇફેક્ટ: દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે વાવાઝોડા સાથે મેઘાનું રૌદ્ધ સ્વરૂપ

Text To Speech

HD ડેસ્કઃ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં પવનના સૂસવાટા સાથે વીજળીના કડકાભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. ત્યારે આજ સવારથી જામગર જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. આજે સવારે 6થી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના 51 તાલુકામાં અડધાથી સવા ત્રણ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે, જેમાં ખંભાળિયામાં સવાત્રણ, મેંદરડામાં અઢી, ઉપલેટા અને જૂનાગઢમાં બે-બે ઈંચ વરસાદ નોંધાયો છે.

અમરેલી અને જામનગર જિલ્લામાં બપોર પછી ધોધમાર વરસાદ વરસ્યો છે. તેમજ વલસાડ અને ભચાઉમાં ભારે પવન સાથે ધોધામાર વરસાદ વરસતા હાઇવે પર પસાર થતા વાહનચાલકોની પણ મુશ્કેલીઓ વધી ગઈ હતી. રાપરના ખેંગાર અને આસપાસના વિસ્તારોમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

કેન્દ્ર સરકારે 8000 કરોડની ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્કીમ જાહેર કરી

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાના મંડરાતા ખતરા વચ્ચે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય જાહેર કર્યો છે. કેન્દ્ર સરકારે 8000 કરોડની ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્કીમ જાહેર કરી છે. આજે ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગો સાથે બેઠક યોજી હતી. જે બાદ કુદરતી આપદા માટે કેન્દ્ર સરકારે આ મોટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ યોજનાજાહેર કરી છે.

સંભવિત બિપરજોય વાવાઝોડાની પૂર્વ તૈયારીના ભાગરુપે અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સાબદું કરી દેવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર અજય દહિયાના નેતૃત્વમાં વિવિધ વિભાગોને અગમચેતીના ભાગરુપે કામગીરી સોંપી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા અમરેલીના નાગરિકો જોગ ખાસ સંદેશો પાઠવવામાં આવ્યો છે. 

અમરેલી જિલ્લાની પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં બે દિવસ રજા જાહેર કરવામાં આવી છે.જિલ્લા કલેક્ટરએ ઉમેર્યુ કે, જિલ્લામાં સલામતીના ભાગરુપે જિલ્લાની તમામ પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં આગામી તા.૧૪ અને તા.૧૫ જુનની રજા જાહેર કરવામાં આવી છે. વધુમાં આગામી સ્થિતિને ધ્યાને લઈને નિર્ણય કરવાનું આયોજન છે. જોખમી હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા છે. રોડ-રસ્તા પૂર્વરત કરવા તૈયારીઓ સાથે વન વિભાગ તેમજ માર્ગ અને મકાન વિભાગ તૈનાત છે.

બિપરજોય અત્યંત ગંભીર ચક્રવાતમાં ફેરવાઈ ગયું: હવામાન વિભાગ

ભારતીય હવામાન વિભાગે પોતાની ચેતવણીમાં કહ્યું છે કે, બિપરજોય અત્યંત ગંભીર ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે. ચક્રવાત ‘બિપરજોય’થી ભારે નુકસાન થવાની ધારણા છે અને ગુજરાતના કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાઓ તેનાથી સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ મંગળવારે આ માહિતી આપી છે. IMD અનુસાર, ચક્રવાત ‘બિપરજોય’ 15 જૂનની સાંજે ‘અત્યંત ગંભીર ચક્રવાત’ તરીકે જખૌ બંદર નજીક સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે. આ દરમિયાન 125-135 કિમી પ્રતિ કલાકથી મહત્તમ 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.

બનાસકાંઠાથી સૌરાષ્ટ્ર તરફ જતી ટ્રેન અને બસના રૂટ રદ કરાયા

સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાંના ખતરાને જોતા બનાસકાંઠા એસટી અને રેલવે વિભાગ પણ સતર્ક બન્યું છે. વાવાઝોડાંને લઈ ટ્રેન તેમજ એસટી બસના સૌરાષ્ટ્ર તરફના તમામ રૂટ રદ કરવામાં આવ્યાં છે. જામનગર, દ્વારકા, પોરબંદર તરફ જતી એસટી બસોના રૂટ રદ કરાયા છે. આ ઉપરાંત ગાંધીધામની બે ટ્રેન તેમજ લોકલ જોધપુર-સાબરમતી ટ્રેન રદ કરાઈ છે. તેમજ ભારે પવનના કારણે ટ્રેનના કેટલાક રૂટોને ટૂંકાવી દેવાયા છે.

150થી વધારે બીએસએફ જવાનો રાશનની કિટ સાથે સ્ટેન્ડબાય

ગુજરાતના 1600 કિલોમીટરના દરિયાકાંઠેથી લોકોને સુરક્ષિત બચાવવા અલગ-અલગ જિલ્લામાં NDRF-SDRFની 29 ટીમો તહેનાત કરાઇ દેવામાં આવી છે. દરિયાકાંઠે વસતા કચ્છવાસીઓની સુરક્ષા માટે 150થી વધુ BSFના જવાનો એલર્ટ મોડમાં છે. 10 ટ્રકો અને રાશનની કિટ સાથે જવાનો તહેનાત છે.

કચ્છમાં જે બિપરજોય વાવાઝોડું ટકરાવાનું છે એની ગંભીરતાને લઈને BSF અને કોસ્ટલ એરિયાના જવાનો એલર્ટ મોડમાં છે. જો પરિસ્થિતિ વધુ વિકટ બનશે તો આ જવાનોની મદદ લેવામાં આવશે, જેમાં 150 કરતા વધુ જવાનો હાલમાં 10 ટ્રકો સાથે બચાવથી લઈને રાશનની કિટો સાથે તહેનાત છે.

10 દિવસ કરતા પણ વધુ સમય સુધી ચાલે એટલું રાશનને રાખવામાં આવ્યું છે. કેન્દ્ર મંત્રી મનસુખ માંડવિયાએ આર્મીના ઓફિસરો જોડે બેઠક કરી હતી. ‘બિપરજોય’ વાવાઝોડાંનો સામનો કરવા આર્મીના જવાનો તૈયાર છે.

ઊંચા કોટડાના દરિયામાંથી ડોલ્ફીન બહાર આવી

ભાવનગર જિલ્લાના મહુવાના ઊંચા કોટડાના દરિયામાંથી ઊંચાં મોજાંની એક માછલી બહાર આવી ગઈ હતી. આ માછલી ડોલ્ફીન હોવાનું સામે આવ્યું હતું. દરિયા બહાર માછલી આવી જતા ગામના લોકોએ ડબમાં પાણી ભરી તેનો જીવ બચાવ્યો હતો, હાલ, દરિયા કિનારે કરંટ વધારે હોવાથી મોજાં ઊછળી રહ્યાં છે જેને લઈ આ માછલી બહાર આવી ગઈ હતી.


બિપરજોય અપડેટ: ક્યા જિલ્લામાંથી કેટલા લોકોને ખસેડવામાં આવ્યા તે અંગેનો આંકડો સરકારે જણાવ્યો છે- વિગતવાર માહિતી વાંચવા સમાચાર પર કરો એક નજર

—————————————————————————————————————————————————

બિપરજોય’ વાવાઝોડા સંદર્ભે ગાંધીનગરથી મુખ્ય સચિવ રાજકુમારે દરિયાકિનારાના જિલ્લા વહીવટી તંત્ર પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવ્યો. બિપોરજોય વાવાઝોડું કચ્છના માંડવી અને જખૌ વચ્ચેના વિસ્તારમાં આગામી તા. ૧૫મી જૂને ટકરાશે
વાવાઝોડા પ્રભાવિત જિલ્લાઓમાં NDRFની ૧૭ અને SDRFની ૧૨ ટીમો તહેનાત
બચાવ કાર્ય માટે સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને જરૂરી તમામ સહાય તાત્કાલિક પૂરી પાડવા સરકાર તૈયાર

———————————————————————————————————————————————————-

ગીર સોમનાથ જીલ્લામાં વાવાઝોડાની ભયંકર અસર દેખાઈ છે. 15 કલાકમાં 10 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે

————————————————————————————————————————————————————–

વાવાઝોડાની આફત વચ્ચે પંજાબ અને જમ્મુ કશ્મીરમાં ભુકંપના આંચકા અનુભવાયા છે. કોઈ જાનહાની નહીં

મુન્દ્રા બંદર પર ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે

વાવાઝોડા એ ગતી પકડી. આજ સવાર સુધીમાં વાવાઝોડાની સ્પીડ 5 થી 7 કિમી હતી તે વધીને 12 કિમી થઈ ગઈ છે.

પ્રદેશ સી આર પાટીલે કાંઠાની વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે અને સ્થિતીનો તાગ મેળવી રહ્યા છે. આ સાથે જ પરસોતમ રુપલા પણ આવી રીતે દ્વારકાની મુલાકાતે છે. વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે હેમ રેડિયો સ્ટેશનને સ્ટેન્ડ બાય પર મુક્યો છે.

હમ દેખેંગે ન્યુઝની ગુજરાતની જનતાને અપીલઃ ગુજરાત ઉપર એક મોટી આફત આવી રહી છે. તમે લોકો સમજી જ ગયા હશો હું શેના વીશે વાત કરી રહ્યો છું , બિપોર જોય વાવાજોડું.. પહેલા આ વાવાજોડુ ગુજરાતના માત્ર દરિયા કિનારે થી પસાર થવાનુ હતુ હવે એ ગુજરાતના કચ્છ ઉપર ત્રાટકવાની પૂરીપુરી સંભાવના છે. હાલ આ વાવાઝોડુ હાલ અંદાજે 250 કિમી દુર છે. આ વાવાઝોડાની સ્થિતીને પહોંચી વળવા NDRF, SDRF અને કોસ્ટગાર્ડ ખડેપગે છે. ટુંક સમયમાં આ વાવાઝોડુ ગુજરાત પર ટકરાઈ શકે છે.

વાવાઝોડુ આવે એ પહેલા જ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે પવન સાથે ધોધમાર વરસાદ પડવા લાગ્યો છે. આવી સ્થિતીમાં હમ દેખેંગે ન્યુઝ ગુજરાતની જનતાને અપીલ કરી રહ્યું છે કે બની શકે તો ઘરની બહાર નીકળશો નહીં, જર્જરીત મકાન કે કોઈ વૃક્ષનો સહારો ના લો .આ સાથે બાળકો અને વૃધ્ધોનુ ખાસ ધ્યાન આપો જો તમે કોઈ જગ્યા પર ફસાઈ ગયા હોવ તો તમે સ્થાનિક અધિકારી કે પોલિસનો સંપર્ક કરો.  રોડિયો કે નેટ પર મળતી સુચનાઓ સાંભળો. શક્ય  હોચ ત્યાં સુધી સુરક્ષીત સ્થાન છોડશો નહીં. તમારા ઘર સાથે જોડાયેલ વીજ કનેક્શનની મેઈન સ્વિચ તેમજ ગેસ લાઈનને બંધ કરી દો. કોઈ પણ સંજોગોમાં દરિયા પાસે ના જાઓ, વાવાઝોડાં સમયે માત્ર અધીકૃત માહિતી પર જ વિશ્વાસ કરો. અફવાઓ પર ધ્યાન આપશો નહીં. 

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બીપોરજોય વાવાઝોડાના તોળાઈ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી સ્થિતિની ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી છે. 14 અને 15 જૂન દરમિયાન ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી સામે દરિયાઈ વિસ્તારના આઠ જિલ્લાઓની સજ્જતા અંગે મુખ્યમંત્રીએ વિગતો મેળવી છે.

BHPENDRA - Humdekhengenews

IMD એ હાલમાં જ ટ્વીટ કરીને માહિતી આપી છે કે, વાવાઝોડું પોરબંદર થી 300 કિમી, દ્વારકા થી 290 કિમી તેમજ જખૌ થી 340 કિમી દુર છે, તથા આ વાવાઝોડુ 15 જુને જખૌ બંદર પાસેથી પસાર થઈ શકે છે.

બિપોરજોય વાવાઝોડુ પોરબંદરના દરિયા કિનારે થી 290 કિમી દુર:

બિપોરજોય વાવાઝોડુ પોરબંદરના દરિયા કિનારે થી 290 કિમી દુર છે. આ વાવાઝોડુ હવે અતિ પ્રચંડ બન્યું છે. સરકારે આ વાવાઝોડાને લઈને તમામ તૈયારીઓ કરી રહી છે. આ વાવાઝોડાના કારણે લગભગ 440 ગામો પ્રભાવીત બન્ચા છે. પ્રશાશને અત્યાર સુધીમાં 8 હજારથી વધુ લોકોનુ સ્થાળાંતર કરી નાખ્યું છે.  પરીસ્થિતી વધુ વણસે તો આગમચેતીના ભાગરુપે NDRF અને SDRF ની ટીમોને તૈયાર રખાઈ છે.  મુખ્યમંત્રીએ વડાપ્રધાન સાથે વાત કરી છે વડાપ્રધાન મોદીએ પણ સંભવીત મદદનું આશ્વાશન આપ્યું છે.

કચ્છમાં આ સાથે ઓરેંજ એલર્ટઃ હાલ આ વાવાઝોડાને હિસાબે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. બીજી મહત્વની વાત એ છે કે આ ચક્રવાતને કારણે સૌરાષ્ટ્ર- કચ્છ તરફ આવતી 90 ટ્રેનોને રદ કરવામાં આવી છે. કચ્છમાં આ સાથે ઓરેંજ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. લોકોને દરિયા પાસે ના જવા સુચના આપવામાં આવી છે. આ સાથે જ ગુજરાતના દરિયા કાંઠાના બંદરો પર 10 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. ભારે પવનને કારણે કચ્છના સોલાર પ્લાન્ટને નુકશાન થવાની ભીતી છે તો બીજી બાજુ પોરબંદરમાં મકાન ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત થયું છે.

સૌરાષ્ટ્રમાં વરસાદ આવવાની શક્યતાઓઃ સૌરાષ્ટ્રમાં કાલ રાતથી આજ સવાર સુધીમાં 2 થી 5 ઈંચ પડી ગયો છે. હજુ 3 દિવસ સૌરાષ્ટ્રમાં વરસાદ આવવાની શક્યતાઓ છે. આ સાથે દ્વારકાના દરિયાનું પાણી ગામમાં ધસી આવતા મુશ્કેલીમાં વધારો થયો છે. આ પરિસ્થીને જોતા દ્વારકાધીશ મંદિરમાં એક સાથે બે ધજા ચડાવામાં આવી છે.

આ પણ  વાંચોઃ વાવાઝોડુ વિફર્યું, હવે આખા ગુજરાતમાં પડશે ધોધમાર વરસાદ

Back to top button