ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IPL 2022ના વિવિધ એવોર્ડ્સ જીતનારા તમામ ખેલાડીઓનું લિસ્ટ

Text To Speech

સ્પોર્ટ્સ ડેસ્કઃ અમદાવાદમાં રમાયેલી IPL 2022ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ તેની પ્રથમ સિઝન હતી અને હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ટીમે ઈતિહાસ રચ્યો હતો. ફાઇનલમાં હાર્દિક પંડ્યાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પહેલા બોલ અને પછી બેટ વડે તેણે પોતાની ટીમ માટે મહત્વનું યોગદાન આપ્યું હતું.

હાર્દિક પંડ્યાએ એક ખેલાડી તરીકે 5મી વખત IPLનો ખિતાબ જીત્યો છે. તેણે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતી વેળા ચાર વખત અને ગુજરાત ટાઇટન્સ માટે એક વખત ખિતાબ જીત્યો હતો. આ સિવાય 19મી ઓવરમાં શુભમન ગિલે સિક્સર ફટકારીને ફાઈનલ મેચનો અંત આણ્યો હતો. આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સના જોસ બટલરે સૌથી વધુ રન બનાવ્યા અને યુઝવેન્દ્ર ચહલે સૌથી વધુ વિકેટ લીધી.

ચાલો જોઈએ IPL 2022માં કોને કયો એવોર્ડ મળ્યો:

વિજેતા ટીમ – ગુજરાત ટાઇટન્સ

રનર અપ ટીમ – રાજસ્થાન રોયલ્સ

3જું સ્થાન – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

4થું સ્થાન – લખનૌ સુપર જાયન્ટ્સ

મેન ઓફ ધ ફાઈનલ – હાર્દિક પંડ્યા (4 ઓવરમાં 17 રન આપીને 3 વિકેટ અને 30 બોલમાં 3 ચોગ્ગા, એક સિક્સર સહિત 34 રન કર્યા) (ગુજરાત ટાઇટન્સ)

ઓરેન્જ કેપ – જોસ બટલર, 17 મેચમાં 863 રન (રાજસ્થાન રોયલ્સ)

પર્પલ કેપ – યુઝવેન્દ્ર ચહલ, 17 મેચમાં 27 વિકેટ (રાજસ્થાન રોયલ્સ)

મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર – જોસ બટલર (રાજસ્થાન રોયલ્સ)

પરફેક્ટ કેચ ઓફ ધ સિઝન – એવિન લેવિસ (લખનૌ સુપરજાયન્ટ્સ)

ક્રેડ પાવર પ્લેયર ઓફ ધ સિઝન – જોસ બટલર (રાજસ્થાન રોયલ્સ)

સિઝનની સૌથી ઝડપી ડિલિવરી – લોકી ફર્ગ્યુસન, 157.3 (ગુજરાત ટાઇટન્સ)

સિઝનનો સુપર સ્ટ્રાઈકર – દિનેશ કાર્તિક, 183.3 સ્ટ્રાઈક રેટ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર)

ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન – ઉમરાન મલિક (સનરાઇઝર્સ હૈદરાબાદ)

ડ્રીમ ઈલેવન ગેમ ચેન્જર – જોસ બટલર (રાજસ્થાન રોયલ્સ)

સૌથી વધુ છગ્ગા – જોસ બટલર, 45 (રાજસ્થાન રોયલ્સ)

Back to top button