ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્ર વિધાનસભા માટે NCPની 38 ઉમેદવારોની યાદી જાહેર, જાણો અજિત પવાર ક્યાંથી લડશે ચૂંટણી

Text To Speech

મુંબઈ, 23 ઓકટોબર: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને વધી રહેલી રાજકીય ગતિવિધિ વચ્ચે ડેપ્યુટી CM અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ 38 ઉમેદવારોની પ્રથમ યાદી આજે બુધવારે જાહેર કરી છે. આ યાદી અનુસાર, અજિત પવાર પોતે બારામતી બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડશે જ્યારે છગન ભુજબળ યેવલા બેઠક પરથી ચૂંટણી લડશે. પાર્ટીના નેતા દિલીપ વલસે પાટીલ આંબેગાંવ બેઠક પરથી ચૂંટણી લડશે. અજિત પવારની NCPએ કાગલ સીટ પરથી હસન મુશ્રીફને ટિકિટ આપી છે જ્યારે ધનંજય મુંડે પરલી સીટ પરથી ચૂંટણી લડશે.

જૂઓ આ યાદી

NCP

ncp

અહમદનગર શહેર પર સંગ્રામ જગતાપને ટિકિટ

ડિંડોરીથી નરહરિ ઝિરવાલ, અહેરીથી ધર્મવાર બાબા આત્રામ, શ્રીવર્ધનથી અદિતિ તટકરે, અંમલનેરથી અનિલ ભાઈદાસ પાટીલ, ઉદગીરથી સંજય બનસોડે ચૂંટણી લડશે. અર્જુની મોરગાવના રાજકુમાર બડોલે જ્યારે માજલગાંવ બેઠક પરથી પ્રકાશ દાદા સોલંકે ચૂંટણી લડશે. પાર્ટીએ મકરંદ પાટીલને વાય સીટ પરથી ઉમેદવાર બનાવ્યા છે. સંગ્રામ જગતાપને અહમદનગર શહેરની ટિકિટ મળી છે.

95 ટકા વર્તમાન ધારાસભ્યોને ફરી ટિકિટ મળી

પાર્ટીએ ફરીથી લગભગ 95 ટકા વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપી છે. લિસ્ટમાં અગ્રણી નેતાઓમાં નવાબ મલિક અને સના મલિકાના નામ નથી. ઉલ્લેખનીય છે કે, 288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે 20 નવેમ્બરે મતદાન થશે અને 23 નવેમ્બરે મતગણતરી થશે. વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે સમાપ્ત થશે.

આ પણ જૂઓ: જમ્મુ-કાશ્મીર વિધાનસભાનું સત્ર આ તારીખથી થશે શરૂ, LG મનોજ સિન્હાએ કરી જાહેરાત

Back to top button