ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા રૂ.50 લાખનો દારૂ ઝડપાયો


- દારૂના વેપાર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી
- 4 લોકો વોન્ટેડ જાહેર કરાયા છે અને 1 ની ધરપકડ કરાઇ
- ગોવાથી ગુજરાતના હાલોલ લઈ જવાતો દારૂ ઝડપાયો
ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા રૂ.50 લાખનો દારૂ ઝડપાયો છે. જેમાં ગોવાથી ગુજરાતના હાલોલ લઈ જવાતો દારૂ ઝડપાયો છે. દારૂના જથ્થા સાથે ટેમ્પો ચાલક ફારૂક મોઈલાની ધરપકડ કરવામાં આવી છે. તેમજ દારૂ મંગાવનાર સહિત 4 લોકો વોન્ટેડ જાહેર કરાયા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા શરૂ, વિદ્યાર્થીઓને અફવાઓથી દૂર રહેવા સૂચના
દારૂના વેપાર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી
રાજ્યમાં સતત દારૂના વેપાર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. ગાંધીનગરની SMCની ટીમે નવસારી જિલ્લામાં મોટી કાર્યવાહી હાથ ધરી હતી. દારૂનો આટલો મોટો જથ્થો ગોવાથી હાલોલ જઈ રહ્યો હતો. 50 લાખથી વધુના દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એક તરફ લોકસભાની ચૂંટણી હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મોટાભાગે ચૂંટણીમાં દારૂનો ઉપયોગ થતો હોય છે. દારૂની હેરાફેરીમાં વધારો થયો છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પણ એક્ટિવ થઈ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ગુજરાત: ડભોઇના MLA શૈલેષ મહેતાનું બીજી વખત Facebook પર ડમી એકાઉન્ટ બન્યુ
4 લોકો વોન્ટેડ જાહેર કરાયા છે અને 1 ની ધરપકડ કરવામાં આવી
દારૂ મંગાવનાર સહિત 4 લોકો વોન્ટેડ જાહેર કરાયા છે અને 1 ની ધરપકડ કરવામાં આવી છે. આ અંગેની માહિતી અનુસાર, નવસારી નજીક નવજીવન હોટલ પાસેથી નેશનલ હાઇવે નં.48 પર SMC ટીમે 50.40 લાખનો વિદેશી દારૂ ભરેલો ટેમ્પો પકડ્યો હતો. ટેમ્પામાંથી લાખોનો દારૂ મળતા ચાલક ફારૂક મોઇલાની કરી ધરપકડ હતી. પકડાયેલો વિદેશી દારૂનો જથ્થો ગોવાથી ગુજરાતના હાલોલ લઈ જવાતો હતો. એટલું જ નહીં પોલીસે પાયલોટિંગ કરનાર અલ્લારખા સહિત દારૂ ભરાવનાર, ટેમ્પો માલિક, દારૂ મંગાવનાર મળી કુલ 4 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધી તપાસને વેગ આપ્યો છે.