મરચાંની આડમાં દારૂની હેરાફેરી : પાંથાવાડા પોલીસે ગુંદરી ચેકપોસ્ટ પરથી રૂ. 15 લાખનો દારૂ ઝડપ્યો
- દારૂ સાથે રાજસ્થાન ના શખ્શને ઝડપી પાડ્યો
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા – ગુંદરી ચેકપોસ્ટ પરથી પોલીસે એક દારૂ ભરેલું આઇસર ટ્રક ઝડપી પાડ્યું છે. જેમાં પાંથાવાડા પોલીસને મળેલી બાતમી હકીકતના આધારે ગુંદરી ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન બાતમી હકીકત વાળું આઇસર ટ્રક આવતા પોલીસ તેને રોકાવી તપાસ કરતા મરચાના કોથળા ની આડમાં દારૂની 5 હાજર થી વધુ બોટલો સંતાડી ગુજરાતમાં ઘુસાડે તે પહેલા પાંથાવાડા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા જીલ્લામાં દારૂ જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા પાંથાવાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગુંદરી ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગમા હતો. દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે મંડાર રાજસ્થાન તરફથી એક આઈશર ગાડી નંબર DD – 01 – K – 9059 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી પાંથાવાડા તરફ આવે છે. જે બાતમી હકીકત આધારે પંચો તથા પોલીસ સ્ટાફ સાથે મંડાર તરફથી આવતા તમામ વાહનો ચેક કરતા હતા. દરમિયાન એક આઈશર મંડાર રાજસ્થાન તરફથી આવતાં આઇસરને બેરીકેટીંગ થી રોડ બ્લોક કરી ઉભુ રખાવતાં તેમાં રાજસ્થાનના બેનીવાલો કીઢાણી નાથડાઉ ચોમ જોધપુરનો ચાલક ઓમારામ જેઠારામ જાટ ચૌધરી બેઠેલ હતો. જ્યારે આયશરની અંદર લીલા મરચાના કોથળાઓ ભરેલા હતા. જે કોથળાઓ હટાવી જોતાં નીચેથી 5328 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે રૂ. 15 લાખ 19 હજાર 992 સહીત કુલ રૂપિયા 25 લાખ 24 હજાર 992 નો મુદ્દામાલ કબ્જે કરી ચાલક વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસાના આસેડા ગામ પાસે બાઈક સ્લીપ ખાતા ચાલક ગંભીર