અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

દિવાળીમાં દારૂની રેલમછેલ: પરમિટ ધારકોએ દિવાળીમાં આટલા કરોડનો દારૂ પીધો

ગાંધીનગર, ૯ નવેમ્બર, સમગ્ર રાજ્યમાં લોકોએ નવા વર્ષની ભવ્ય ઉજવણી કરી હતી. દિવાળીના તહેવારોમાં જ રાજ્યમાં દારૂ ઘુસાડવાનું પ્રમાણ વધી જય છે. દિવાળી, જન્માષ્ટમી જેવા તહેવાર સમયે પણ બુટલેગરો એક્ટિવ બની અવનવા નુસ્ખા અપનાવી ગુજરાતમાં અલગ અલગ જિલ્લામાં દારૂ ઘુસાડવા પ્રયત્ન કરતા હોય છે. પરંતુ ડ્રાય સ્ટેટ ગુજરાતમાં મેડિકલ ઉપરાંત અન્ય કેટલાક કારણોસર દારુ પીવાની મંજુરી આપવામાં આવે છે, એવામ રાજ્યમાં દારૂ પીવા માટે પરમીટ ધરવતા લોકોની સંખ્યમાં વધારો થઇ રહ્યો છે. દિવાળીના તહેવારો દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરની 25 જેટલી લીકર પરમિટવાળી હોટલોમાંથી અંદાજે ચાર કરોડ રૂપિયાનો દારૂ વેચાઈ ગયો છે.

દિવાળીના તહેવારો શરૂ થતાં જ લિકર પરમિટ ધરાવતા લોકો હોટલોમાંથી દારૂની બોટલો અને બિયર લેવા તૂટી પડયા હતા. પ્રોહીબિશનના જ કેટલાક અધિકારીઓ વહીવટદાર તરીકે કામ કરીને બીજાની પરમીટનો ઉપયોગ કરીને દારૂની બોટલો મેળવી રહ્યા છે. અમદાવાદમાં સી.જી.રોડ, સુભાષ બ્રિજ, મીઠાખળી, કોમર્સ છ રસ્તા, સિંધુ ભવન રોડ, એસ.જી. હાઇવે અને ગાંધીનગરની મળીને 25 હોટલોને લિકરની પરમીટ આપવામાં આવી છે. પ્રોહિબિશન વિભાગ આ અંગે સત્તાવાર રીતે કંઈ પણ બોલવા તૈયાર નથી પરંતુ પોલીસની નજર હેઠળ દિવાળીના તહેવારોમાં 20 કરોડ રૂપિયાનો દારૂ ગેરકાયદેસર રીતે વેંચાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

દિવાળી બાદ જાહેર રજાઓ આવતી હોવાના કારણે પરમીટ ધારકો દારૂ અને બિયરનો સ્ટોક ભરપૂર કરીને બેસી ગયા હતા. બીજી તરરફ પંજાબ, હરિયાણા અને રાજસ્થાનથી પણ ગેરકાયદેસર રીતે પણ જંગી પ્રમાણમાં દારૂ અમદાવાદમાં ઠલવાયો હતો અને સામાન્ય ભાવ કરતાં બમણા ભાવે દારૂનું ખુલ્લેઆમ વેચાણ થયું હતું. ગુજરાતમાં પરમિટવાળો દારૂ આટલો વેચાયો તો ગેરકાયદેસર રીતે કેટલો દારૂ વેચાયો હશે એ અટકળનો જ વિષય છે.

પરમિટવાળી હોટલમાંથી દારૂનું જે વેચાણ થયું છે તેમાંથી સરકારને 5 કરોડ રૂપિયાથી વધારે ટેક્સની આવક થઈ હોવાનું કહેવાય છે. પરમિટવાળા દારૂની બોટલ 100 ટકાથી 400 ટકા સુધીનો ટેક્સ લેવામાં આવે છે. દિવાળીના તહેવારો શરૂ થતાં જ લિકર પરમિટ ધરાવતા લોકો હોટલોમાંથી દારૂની બોટલો અને બિયર લેવા તૂટી પડયા હતા. અમદાવાદની એક હોટલમાંથી તો દિવાળીના તહેવારોમાં એક કરોડનો દારૂ વેચાયો હોવાનું કહેવાય છે. મોટા ભાગની લિકર પરમીટ ધરાવતી હોટલોએ તહેવારો દરમિયાન રોજ પાંચથી દસ લાખ રૂપિયાની દારૂની બોટલોનું વેચાણ કર્યું છે.

આ પણ વાંચો…ગુજરાતમાં ડિજિટલ એરેસ્ટનો સિલસિલો યથાવત, નિવૃત્ત બેંક કર્મચારીએ 56 લાખ રૂપિયા ગુમાવ્યા

Back to top button