ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ સિવિલ હોસ્પિટલને લિકર પરમિટ ભલામણને મંજૂરી આપી થઇ કરોડો રૂપિયાની આવક

Text To Speech
  • ત્રણ વર્ષમાં 110 કરતાં વધુ મહિલાઓએ લિકરની પરમિટ મેળવી
  • છેલ્લા ત્રણ વર્ષમાં 12 હજારથી વધુ લોકોએ હેલ્થ પરમિટ લીધી
  • નવી પરમિટ માટે 20 હજાર અને રિન્યૂઅલ માટે 14 હજાર રૂપિયા

અમદાવાદમાં એક વર્ષમાં 4,103 લિકર પરમિટ ભલામણને મંજૂરી આપવામાં આવી છે. જેમાં 12 હજારમાંથી 110 કરતાં વધુ મહિલા પાસે પરમિટ છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલને ભલામણમાં જ વર્ષે છ કરોડ જેટલી કમાણી થઈ છે. જેમાં લિકર પરમિટની ભલામણને મંજૂરી આપતા આ આવક થઇ છે.

આ પણ વાંચો: ગુજરાતના 14 જિલ્લામાં સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશન બન્યા 

ત્રણ વર્ષમાં 110 કરતાં વધુ મહિલાઓએ લિકરની પરમિટ મેળવી

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2023માં 1201 નવી અને 2902 રિન્યૂઅલ એમ કુલ 4,103 લિકર પરમિટની ભલામણને મંજૂરી આપવામાં આવી હતી. આ અગાઉ વર્ષ 2022માં 1415 નવી અને 3079 રિન્યુઅલ એમ 4494 અરજીને તબીબી ચકાસણી બાદ હેલ્થ લિકર પરમિટ આપવા ભલામણ કરાઈ હતી. આ ઉપરાંત વર્ષ 2021માં 1332 નવી અને 1244 રિન્યૂઅલ એમ 3743 અરજી મંજૂર થઈ હતી. એકંદરે ત્રણ વર્ષમાં 12 હજારથી વધુ અરજી મંજૂર થઈ હતી. એક અંદાજ પ્રમાણે ત્રણ વર્ષમાં 110 કરતાં વધુ મહિલાઓએ લિકરની પરમિટ મેળવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં હાર્ટ એટેકના કેસ વધ્યા, રાજકોટમાં 24 કલાકમાં હાર્ટ એટેકથી 4 મૃત્યુ

છેલ્લા ત્રણ વર્ષમાં 12 હજારથી વધુ લોકોએ હેલ્થ પરમિટ લીધી

દારૂ પરમિટની ભલામણમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલને પણ તગડી કમાણી થઈ રહી છે. સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ માધ્યમો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં 12 હજારથી વધુ લોકોએ હેલ્થ પરમિટ લીધી છે, જેમાં 25 ટકા જેટલા નવા છે. પરમિટ માટે 40 વર્ષની વય મર્યાદા હોય છે, સાથે જ ચિંતા, હાયપરટેન્શન સહિતના કારણ સાથે અરજી થતી હોય છે, નશાબંધી વિભાગમાંથી અરજી સિવિલ હોસ્પિટલે આવે છે, જ્યાં કારણોની તપાસ કરીને ભલામણ કરાય છે. નવી પરમિટ માટે 20 હજાર અને રિન્યૂઅલ માટે 14 હજાર ચૂકવવા પડતાં હોય છે. હોસ્પિટલના સૂત્રો કહે છે કે, હેલ્થ પરમિટ ભલામણ મંજૂરીના કિસ્સાઓમાં સિવિલ હોસ્પિટલને વર્ષે 6 કરોડ જેટલી કમાણી થઈ રહી છે.

Back to top button