ટ્રેન્ડિંગનેશનલ

દારૂ, સિગારેટ અને જાલીમ બેગમ: પતિએ સંભળાવી ઐયાશ પત્નીના અત્યાચારની કહાની

  • પ્રેમિકામાંથી પત્ની બનેલી મેહર જહાં સિગારેટથી પોતાના પતિના શરીર પર હિંસા કરતી હતી 

બિજનૌર, 7 મે: ઉત્તર પ્રદેશના બિજનૌરમાં એક મહિલાએ છાતી પર બેસીને પોતાના પતિના શરીરને સિગારેટથી ડામ દેવાના મામલામાં પીડિતે પોલીસ સ્ટેશનમાં પત્ની વિરુદ્ધ FIR નોંધાવી છે. પતિની ફરિયાદના આધારે પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે. મહિલાએ તેના પતિને સળગાવી દીધાના CCTV ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. પતિએ આ કેસમાં આશ્ચર્યજનક ખુલાસા કરતા કહ્યું છે કે, તેણે લવ મેરેજ કર્યા હતા પરંતુ તે પછી તેની પત્ની મેહર જહાંનું વર્તન બદલાવા લાગ્યું હતું. બીયર, બિરયાની અને માદક દ્રવ્યોએ તેને હિંસક બનાવી દીધી હતી અને જ્યારે તેણીની માંગણીઓ પૂરી ન થાય ત્યારે તેણી તેને ત્રાસ આપતી હતી.

પતિએ કહી આખી દુ:ખભરી કહાની 

પીડિત પતિ મનન ઝૈદીએ જણાવ્યું કે, જ્યારે કોઈ વસ્તુઓની માંગ પૂરી ન થતી ત્યારે તેની બેગમ મેહર જહાં અવારનવાર તેના પર હુમલો કરતી હતી અને તેને ફસાવવાની ધમકી પણ આપતી હતી. પીડિત પતિએ એમ પણ કહ્યું કે, તેણે મેહર જહાં સાથે લવ મેરેજ કર્યા હતા, પરંતુ લગ્ન થતાં જ તેનો સ્વભાવ બદલાઈ ગયો અને તેણી નશાની હાલતમાં તેના પર હુમલો કરવાનું શરૂ કરી દેતી હતી.

હવે તેના પતિની ફરિયાદના આધારે સિઓહારા પોલીસે મેહર જહાંની ધરપકડ કરી છે. તેના પતિ મનન ઝૈદીનો આરોપ છે કે, મેહરે પહેલા તેને ડ્રગ્સ પીવડાવ્યું અને પછી તેના હાથ-પગ બાંધી દીધા અને સળગતી સિગારેટ વડે તેના શરીરના ગુપ્તાંગ ઉપર ડામ દીધા.

સળગતી સિગારેટના CCTV ફૂટેજ વાયરલ

પતિએ પોલીસને ઘરની અંદરના સીસીટીવી ફૂટેજ આપ્યા, જેમાં મેહર જહાં તેના પર શારીરિક હુમલો કરતી, હાથ-પગ બાંધી અને છાતી પર બેસીને તેનું ગળું દબાવવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. વીડિયોમાં તે સળગતી સિગારેટથી તેના પતિના ગુપ્તાંગને ડામ દેતી પણ જોઈ શકાય છે. મનન ઝૈદીએ દાવો કર્યો છે કે, તેણીએ અગાઉ પણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેણે તેની પત્ની પર નશો કરીને તેને ત્રાસ આપવાનો, તેના હાથ-પગ બાંધવાનો અને તેની સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો હતો.

પોલીસે અનેક કલમો હેઠળ કેસ નોંધ્યો હતો

 

હવે પોલીસે મેહર જહાં વિરુદ્ધ IPCની વિવિધ કલમો હેઠળ હત્યાનો પ્રયાસ, હુમલો અને ત્રાસ સહિતનો કેસ નોંધીને તેની ધરપકડ કરી છે. પોલીસ અધિક્ષક ધરમપાલ સિંહે કહ્યું છે કે, ‘ફરિયાદના આધારે પોલીસે આરોપી મહિલા વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ રિપોર્ટ નોંધીને તેની ધરપકડ કરી છે. આગળની કાર્યવાહી હાથ ધરી છે.”

આ પણ જુઓ: ‘લાદેનની તસવીર અને ISISનો ઝંડો રાખવો ગુનો નથી’, UAPA કેસમાં HCએ આરોપીને આપ્યા જામીન

Back to top button