ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં દારૂબંધી: હેલ્થ પરમિટની સંખ્યાનો આંકડો જાણી રહેશો દંગ

Text To Speech

ગુજરાતમાં દારૂબંધી છે. પણ તેનો અમલ સૌ ટકા થતો નથી. પ્યાસીઓ પોતાની દારૂની લત છોડી શકતા નથી. અને ગુજરાતમાં બુટલેગરો અવનવા નુસખા અપનાવીને ગુજરાતના પાડોશી રાજ્યોમાંથી વિદેશી દારૂ ગુજરાતમાં લાવી વેચાણ કરી રહ્યાં છે. ગુજરાતમાં ખાસ કરીને શહેરોમાં દારૂ પીનારાઓની સંખ્યા વધુ છે.

આ પણ વાંચો: અમદાવાદ ફ્લાવર શોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે, જાણો તેની ટિકિટ અને પ્રવેશ માટે ના નિયમો 

હેલ્થ પરમિટ માટે અરજીનો ઢગલો થયો

ગામડા વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. પોલીસ ખાતુ કેટલીક વખત કાર્યવાહી કરે છે. પણ દારૂનો ધંધો બારોમાસ ચાલુ જ હોય છે. અમદાવાદમાં કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં 24 કલાક દારૂનું વેચાણ કરવામાં આવે છે. ગુજરાત સરકારના પ્રોહિબીશન ડિપાર્ટમેન્ટના આંકડા અનુસાર, રાજ્યમાં હેલ્થ પરમિટ દ્વારા દારૂ પીનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. બીજી તરફ ડિપાર્ટમેન્ટ પાસે હેલ્થ પરમિટ માટે અરજીનો ઢગલો થઇ ગયો છે. જેમાં નવા લાઇસન્સ અને રિન્યુઅલની અરજી સામેલ છે. આંકડા અનુસાર વિભાગને નવી પરમિટ માટે વધુ અરજી મળી છે.

આરોગ્ય પરમિટ માટે અરજીઓની સંખ્યામાં પણ વધારો

સૂત્રોની માનીએ તો આ અરજીમાં અનિદ્રા, ડિપ્રેશન અને હાઈપરટેન્શનના કારણે દારૂ પીવાની પરવાનગી માંગવામાં આવી છે. એક તરફ હેલ્થ પરમિટની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ વિભાગે છેલ્લા એક દાયકાથી પરમિટ માટેની આર્થિક યોગ્યતાના માપદંડમાં કોઈ ફેરફાર કર્યો નથી. ગુજરાતમાં માત્ર હેલ્થ પરમિટ દ્વારા જ દારૂ પીવાની છૂટ છે. પરમિટ માટે અરજદારની આવક વાર્ષિક ત્રણ લાખ રૂપિયા હોવી જરૂરી છે. એટલું જ નહીં, અરજદારે ઓછામાં ઓછા સળંગ પાંચ વર્ષ માટે IT રિટર્ન ફાઈલ કર્યું હોવું જોઈએ. એવું માનવામાં આવે છે કે લોકોની જીવનશૈલીમાં બદલાવને કારણે આરોગ્ય પરમિટ માટે અરજીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.

હેલ્થ પરમિટની સંખ્યામાં 49 ટકાનો વધારો થયો

રાજ્યમાં સતત હેલ્થ પરમિટની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. હેલ્થ પરમિટની સંખ્યામાં 49 ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં નવેમ્બર, 2020 સુધી હેલ્થ પરમિટની સંખ્યા 27,452 હતી હવે તેમની સંખ્યા વધીને 40,921 થઇ ગઇ છે. ગત વર્ષે નવેમ્બરમાં આ સંખ્યા 37,421 સુધી પહોચી હતી.

Back to top button