અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર? અમદાવાદમાં પકડાયો લાખોનો દારૂ

  • એલ.સી.બી.ઝોન-૧ દ્વારા રેડ પાડતા ભારતીય બનાવટનો વિદેશી દારુ ઝડપાયો.
  • ૮૩૭૬ જેટલી દારૂની બોટલ પકડાઈ.
  • જય અંબે ગ્રેનાઇટ મારબલના કંપાઉન્ડ ખાતે રેડ કરતા દારુ મળી આવ્યો.

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે તેવું કહેવું હવે ખોટું નથી. કેમકે રોજ દારૂનો જથ્થાઓ પકડાઇ રહ્યા છે. જોકે બીજી બાજુ પોલીસની કામગીરીના વખાણ કરવા જોઇએ. કેમકે રોજ દારૂ પકડાઇ રહ્યો છે જેમાં પોલીસનું ચેંકિગ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. ફરી વાર અમદાવાદમાં દારૂનો જથ્થો પકડાયો હોવાની માહિતી મળી છે.

આગામી રથયાત્રાના તહેવાર અનુસંધાને અમદાવાદ શહેરમા પ્રોહીબીશન લીસ્ટેડ બુટલેગર તથા ચોરી છૂપીથી પ્રોહીબીશનની પ્રવૃતી કરતા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ બંદોબસ્ત ચાલી રહ્યો છે. ત્યારે ઇંચા.પોલીસ કમિશનર પ્રેમવિરસિંહ તથા અધિક પોલીસ કમિ. સેકટર-૧, નિરજ બડગુજરના કરેલ સુચના આધારે નાયબ પોલીસ કમિ. ઝોન-૧ના ડો.લવિના સિન્હાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ઝોન-૧ પો.સબ.ઈન્સ. એચ.એચ.જાડેજા સાથેના એવ.સી.બી. ઝોન ૧ના પોલીસ સ્ટાફના માણસો સાથે અમદાવાદ શહેર ઝોન-૧ કાર્યક્ષેત્ર વિસ્તારમાં પ્રોહી/જુગારના કેસો શોધવા માટે પેટ્રોલીંગમાં હતા. ત્યારે એમને ખાનગી બાતમી મળતા ભારતીય બનાવટનો વિદેશી દારુ ઝડપી પાડ્યો છે.

દારુ-HUMDEKHENGENEWS

ખાનગી બાતમીના આધારે 8376 બોટલો પકડાઈ:

પેટ્રોલીંગ દરમિયાન પો.સ.ઇ. એચ.એચ.જાડેજા તથા અ.હે.કોન્સ, મયુરધ્વજસિંહ રાજેન્દ્રસિંહને મળેલ સંયુક્ત ખાનગી બાતમી હકકીત આધારે “ગોતા સિલ્વર ઓક કોલેજના પાછળના ભાગે, વિસત એસ્ટેટમાં આવેલ જય અંબે ગ્રેનાઇટ મારબલના કંપાઉન્ડ ખાતે રેડ કરતાં રેડ દરમ્યાન કપાસની ગાંસડીની આડમાં ગોડાઉનમા તથા ટ્રકમાં છુપાવી રાખેલ અલગ – અલગ કંપનીની ભારતીય બનાવટના વિદેશી દારુની બોટલ નંગ-૮૩૭૬ કિમત રૂપીયા. ૨૩.૯૨.૦૦૮ તથા એક ટ્રક કિમત રુ. ૧૦ ૦૦,૦૦૦ તથા ગેરકાયદેસરની પ્રવૃતી કરવા માટે ખોટી નંબર પ્લેટ લગાવી ઉપયોગ કરેલ ઇક્કો ગાડી જેની કિમત રુ. ૫૦,૦૦૦ મળી કુલ્લ કિમત ૩૫,૪૨,૦૦૮ રુપીયાનો મુદ્દામાલ પકડી પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ કરી સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધ્યો છે.

આ પણ વાંચો: ગુજરાત: રોંગ સાઈડ ડ્રાઈવથી અકસ્માતમાં મોતનો આંકડો જાણી રહેશો દંગ

વોન્ટેડ આરોપીઓ નામ:

૧. વિદેશી દારૂનો જથ્થો લાવનાર ટાટા મોટર્સ કંપનીનો ટ્રક નો ચાલક RJ-19-GH-8587,
૨. વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર તથા ગોડાઉન રાખનાર જય અંબે ગ્રેનાઇટ મારબલના કબ્જો ભોગવટો ધરાવનાર,
૩. વિદેશી દારૂનો જથ્થો લેવા આવનાર ઇક્કો ગાડીનં GJ-01-R2-5008નો ચાલક.
મળતી માહીતી મુજબ આ તમામ આરોપીઓના નામ, સરનામા હજી જાણવા મળ્યા નથી.

દારુ-HUMDEKHENGENEWS

કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ:

ગોતા સિલ્વર ઓક કોલેજના પાછળના ભાગે, વિસત એસ્ટેટમાં આવેલ જય અંબે ગ્રેનાઇટ મારબલના કંપાઉન્ડ ખાતે રેડ કરતાં રેડ દરમ્યાન કપાસની ગાંસડીની આડમાં ગોડાઉનમા તથા ટ્રકમાં છુપાવી રાખેલ અલગ – અલગ કંપનીની ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૮૩૭૬ કિમત રૂપીયા ૨૩,૯૨,૦૦૦ તથા એક ટ્રક કિમત રુપીયા ૧૦, ૦૦૦૦૦, ઇક્કો ગાડી કિંમત રૂ.૧,૫૦,૦૦૦ મળી કુલ્લ કિ.રૂ.૩૫,૪૨,૦૦૮ ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. મુદ્દામાલ કબ્જે કરયા બાદ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર ગુન્હો નોંધ્યો છે.

આ પણ વાંચો : ભારતીય રાજકારણીઓ સફેદ કપડાં કેમ પહેરે છે?

Back to top button