અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

ગિફટ સિટીમાં દારૂ પીવાની મંજૂરીને હાઈકોર્ટ પડકાર, નિર્ણયનાં માઠાં પરિણામોની ચેતવણી

Text To Speech

અમદાવાદ, 16 ફેબ્રુઆરી 2024, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની મંજૂરી આપતાં ગુજરાત સરકારના વિવાદીત જાહેરનામાને પડકારતી જાહેર હિતની અરજી હાઇકોર્ટમાં દાખલ થઈ છે. વિદેશીઓને આકર્ષવાના ચક્કરમાં સરકારે લીધેલા દારૂની છૂટના નિર્ણયના ઘાતક પરિણામો ભોગવવા પડશે. સરકારના જાહેરનામાને રદ કરવા અરજીમાં રજૂઆત કરાઈ છે.

રસ્તા પર હિટ એન્ડ રનના કેસમાં વધારો થઈ શકે છે
અરજીમાં એવી રજૂઆત કરી હતી કે, ગિફટ સિટીમાં ખુલ્લેઆમ દારૂ પીવાની મંજૂરીથી દારૂ પીને બહાર નીકળતા લોકો રસ્તા પર હિટ એન્ડ રનના કેસ વધારી શકે છે.આ પીઆઇએલમાં રાજય સરકાર, નાર્કોટીક્સ અને એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ, ગૃહ વિભાગના સત્તાવાળાઓને પ્રતિવાદી પક્ષકાર તરીકે દર્શાવવામાં આવ્યા છે.આ કેસની સુનાવણી આગામી દિવસોમાં નીકળે તેવી શકયતા છે. નાર્કોટિક્સ એન્ડ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ દ્વાર જારી આ સરકયુલરને લઇ રાજય સરકાર દ્વારા તે અંગેનું જાહેરનામું અને તેના રૂલ્સ પણ ગેઝેટમાં પ્રસિદ્ધ કરી દીધા છે.

જાહેરનામાને રદબાતલ ઠરાવવા માટે રજૂઆત કરી
ગિફ્ટ સિટીમાં દારૃ પીને બહાર નીકળનાર વ્યકિત બહાર જાહેર માર્ગ પર હીટ એન્ડ રન કે, અકસ્માત કરે તો શું? તેની વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવાનો કે નહી? વળી દારૂ પીને યુવતીઓ- મહિલાઓની છેડતી કે અઘટિત ઘટનાઓ કે બનાવો બનશે તો તે માટે જવાબદાર કોણ? અરજદારપક્ષ તરફથી ગીફ્ટ સીટીમાં દારૂ પીવાની પરવાનગી આપતાં વિવાદીત જાહેરનામાને રદબાતલ ઠરાવવા માટે રજૂઆત કરી છે.

માલેતુજાર લોકોને ગિફટ સિટીમાં દારૂ પીવાની વ્યવસ્થા કરાઈ
દારૂબંધીવાળા રાજયમાં આ પ્રકારે દારૂની છૂટ આપીને સરકાર એક પ્રકારે જાણે ધનાઢય-સંપન્ન વ્યકિતઓ અને આવા તત્વોની જાણે હાથો બની ગઇ હોય તેમ જણાય છે. માત્ર ૫૦૦ કરોડની મિલકતના સોદાઓ અને ૧૦૮ કરોડની કલબ મેમ્બરશીપ માટે સંપન્ન વ્યકિતઓના હિત માટે અને તેઓના લાભ માટે સરકારના સત્તાવાળાઓ દ્વારા આવો ગેરકાયદે નિર્ણય લેવાયો છે, જે કોઈપણ પ્રકારે વાજબી કે યોગ્ય કહી શકાય નહી અને તે રદબાતલ થવાપાત્ર ઠરે છે.

આ પણ વાંચોઃગુજરાત સરકારને પેટ્રોલ-ડીઝલના ટેક્સ પેટે બે વર્ષમાં 39 હજાર કરોડ રૂપિયા આવક થઈ

Back to top button