ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

લિક્વિડ કે પાવડર, વોશિંગ મશીન માટે કયું ડિટરજન્ટ શ્રેષ્ઠ?

Text To Speech
  • જો તમે લાંબા સમય સુધી વોશિંગ મશીનનો પ્રભાવી રીતે ઉપયોગ કરવા ઇચ્છતા હો તો તમને એ પણ જાણ હોવી જોઇએ કે તેમાં કયા પ્રકારના ડિટરજન્ટનો ઉપયોગ કરવો જોઇએ

હાલના સમયમાં મોટાભાગના લોકો કપડાં ધોવા માટે વોશિંગ મશીનનો ઉપયોગ કરે છે, પરંતુ તેની સાથે જોડાયેલી કેટલીક એવી સામાન્ય અને મહત્વપૂર્ણ માહિતી છે, જે લોકો વર્ષોથી મશીનમાં વાપરવા છતાં જાણતા નથી. તેમાં એ પ્રશ્ન પણ સામેલ છે કે વોશિંગ મશીન માટે કયા ડિટર્જન્ટનો ઉપયોગ કરવો જોઈએ? અહીં આપણે કોઈ બ્રાન્ડ વિશે નહીં પરંતુ લિક્વિડ અને પાવડર ડિટરજન્ટ વિશે વાત કરી રહ્યા છીએ. આ માહિતિ તમારા વોશિંગ મશીનની હેલ્થ સાથે સંબંધિત છે.

લિક્વિડ V/S પાવડર ડિટરજન્ટ

લિક્વિડ અને પાવડર ડિટર્જન્ટ બંને કપડાં સાફ કરવામાં અસરકારક છે. બંનેનો ઉપયોગ વોશિંગ મશીનમાં કરી શકાય છે, પરંતુ જો આમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવો હોય તો લિક્વિડ ડિટર્જન્ટને શ્રેષ્ઠ ગણવામાં આવે છે.

લિક્વિડ કે પાવડર, વોશિંગ મશીન માટે કયું ડિટરજન્ટ શ્રેષ્ઠ? Hum dekhenge news

લિક્વિડ ડિટરજન્ટ શા માટે વધુ સારુ મનાય છે?

લિક્વિડને પાવડર ડિટરજન્ટ કરતાં વધુ સારુ માનવામાં આવે છે કારણ કે જ્યારે તે મશીનમાં મૂકવામાં આવે ત્યારે તે ખૂબ જ સરળતાથી ઓગળી જાય છે. જ્યારે પાઉડર ડિટરજન્ટના કણો ઝડપથી ઓગળી શકતા નથી અને કપડામાં ડાઘની સાથે મશીનમાં બ્લોકેજનું કારણ બને છે .

લિક્વિડ ડિટરજન્ટનો ઉપયોગ કરવાના ફાયદા

  • વોશિંગ મશીનમાં કપડાં ધોવા માટે લિક્વિડ ડિટર્જન્ટનો ઉપયોગ કરવાથી વીજળીનો વપરાશ ઓછો થાય છે. કારણ કે કપડાંમાંથી ડિટર્જન્ટની ગ્રીસ દૂર કરવા માટે એકસ્ટ્રા સ્પિનની જરૂર પડતી નથી.
  • આ ઉપરાંત, તે પાવડરની જેમ મશીનના ડ્રેનેજને પણ બ્લોક કરતુ નથી, જેના કારણે મશીન લાંબા સમય સુધી સારી સ્થિતિમાં કામ કરે છે.

આ પણ વાંચોઃ ભારતે એશિયન ગેમ્સમાં ઘોડેસવારીમાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો

Back to top button